________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવની સગુણ શક્તિ
ઈશ્વર સ્તુતિ કરવા યોગ્ય છે અને તેમની સ્તુતિ કદી નિષ્ફળ નીવડી નથી. એવું પ્રતિપાદન કર્યું. હવે જો કોઈ પાપી ઈશ્વરના અસ્તિત્વ વિષે શંકા ઉઠાવી વાદ કરવા ઊભો થતો હોય, તો તેનું નિરાકરણ કરી બતાવતાં સ્તવે છે:
तवैश्वयं यत्तजगदुदयरक्षाप्रलयकृत् त्रयीवस्तुव्यस्तं तिसृषु गुणमिन्नासु तनुषु । अभव्यानामस्मिन्वरद ! रमणीयामरमणी विहन्तुं व्याक्रोशी विदधत इहैके जडधियः॥४॥
હે વર દેનાર પ્રભ! જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરનારું, ત્રણે વેદોએ (સાચી) વસ્તુરૂપે પ્રતિપાદન કરેલું અને સવાદિ ગુણએ કરીને ભિન્ન એવાં ત્રણે શરીરમાં અલગ અલગ સ્થપાયેલું એવું જે તમારું ઐશ્વર્ય છે, તેનું ખંડન કરવા આ લોકમાં કેટલાક મંદબુદ્ધિવાળા (મીમાંસક વગેરે), જેમનું આ ત્રણ લોકમાં કદી કલ્યાણ નથી, એવા લોકોને મનહર લાગતું પણ ખરી રીતે અમનેહર, એવું આક્ષેપવાળું–ભાષણ (બકવાદ) મોટેથી કરે છે. ૪.
ઇષ્ટ વરદાન આપનાર મહાદેવ! આપ સર્વની મનેકામના પૂર્ણ કરે છે, તેથી ‘વરદ’ એવું આપનું નામ યોગ્ય જ છે. આકાશાદિ પ્રપંચની ઉત્પત્તિ, પરિપાલન અને સંહાર કરનારું
For Private and Personal Use Only