________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશિવમહિન્ન:
ત્ર
નદીઓ કુટિલ અર્થાત વાંકા માર્ગોના આશ્રય લઈને એટલે ગંગાઆદિ મહાનદીઓને મળી જઈ, તેઓના દ્વારા અંતે સમુદ્રને જ મળે છે; એમ વેદાંતના શ્રવણમાં અને મનનમાં જેમની શ્રદ્ધા છે, તેવા ઉત્તમ અધિકારીઓ સાક્ષાત સીધા તમને પ્રાપ્ત થાય છે; જ્યારે બીજા તેથી ઊતરતા અધિકારીઓ કમ્મપાસના વડે અંત:કરણની શુદ્ધિ કેળવીને પરંપરા વડે અંતે તમને જ પ્રાપ્ત કરે છે. અહીં કોઈ શંકા કરશે કે, તેઓ સરસ તથા શીઘ્ર ફળદાયી એવા ઉત્તમ માર્ગ મૂકીને આડાઅવળા કુટિલ (વાંકા) માર્ગોનું અનુસરણ કેમ કરતા હશે ? તે તેના સમાધાનમાં કહેવાનું કે, માર્ગો અનેક છે; તેમાંથી ‘આ શ્રેષ્ઠ અને આ મોટો છે; એનાથી જ મારું કલ્યાણ થશે.' એવા પ્રકારની જુદી જાદી ઇચ્છા મનુષ્યને પૂર્વજન્મકૃત કર્મને લીધે થાય છે અને તેથી સરળ કયો અને વાંકો કયો, એવા વિવેક વગર પોતે વાંકા માર્ગને જ સરળ સમજી તેમાં પ્રવૃત્ત થાય છે.
હવે તે માર્ગરૂપ શાસ્ત્રોનું નિરૂપણ કરીશું: ત્રથી સાંત્યં યોગઃ એ પંકિતમાંના ‘ ત્રયી’ શબ્દ વડે અઢાર વિદ્યાઓનું અહીં સૂચન કરેલું છે. ( ૧ ) ઋગ્વેદ, (૨) યજુર્વેદ, (૩) સામવેદ, (૪) અથર્વવેદ એ ચાર વેદ થયા. ( ૧ ) શિક્ષા, ( ૨ ) કલ્પ, ( ૩ ) વ્યાકરણ, (૪) નિરુકત, (૫) છંદ, ( ૬ ) જ્યોતિષ—આ છ વેદનાં અંગ થયાં. (૧) પુરાણ, ( ૨ ) ન્યાય, (૩) મીમાંસા, (૪) ધર્મશાસ્ત્ર—એ ચાર ઉપાંગ છે અને (૧) આયુવે દ, (૨) ધનુર્વેદ, (૩) ગાંધર્વવેદ, (૪) અર્થશાસ્ત્ર—આ ચાર ઉપવેદ છે. એ સર્વે મળી અઢારે વિદ્યાઓ થઈ; પણ વિદ્યાઓ તે ચૌદ જ મનાય છે. જુઓ:
For Private and Personal Use Only