Book Title: Shiv Mahimna Stotra
Author(s): Pushpdant, Lalji Naraynji Bramhabhatt
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ શ્રી શિવમહિમ્ર સ્તોત્ર છે; અને જેટલા જેટલા જન્મેલા પદાર્થો છે, તે તે પોતાના જેવા અનેક પદાર્થોથી ભિન્ન હોઈ બીજા પદાર્થોથી જ ઉત્પન્ન થયેલા હોય છે, એવો અનુભવ છે. મતલબ કે આ સૃષ્ટિના કર્તા ઈશ્વર સિવાય બીજો કોઈ નથી, એ વાત સિદ્ધ જ થાય છે. એ પ્રમાણે અનુમાનના દોષનું નિવારણ કરી, બીજા એવા શંકિત દોષનું નિરસન ચોથા ચરણમાં કરેલું છે કે, હે પ્રભો! આપ તે સર્વે પ્રમાણ વડે સિદ્ધ જ છે; છતાં તમારા વિષે જે સંદેહ ધરે છે તે સર્વે મૂર્ખ જ છે. “યતો વા મન મૂતનિ जायन्ते। येन जातानि जीवन्ति । यत्प्रयन्त्यभिसंविशति । तद् બ્રહ્મ છે વળી આનન્દો ગ્રહ કૃતિ યજ્ઞાનાતુ–જે (સચ્ચિદાનંદપરમેશ્વર)થી આ ભૂત-પ્રાણી પદાર્થો ઉત્પન્ન થાય છે, જેને લીધે જન્મીને જીવે છે અને છેવટે જેના તરફ જાય છે ને જેમાં લય પામે છે, તે બ્રહ્મ જ છે, તેમ જ આનંદ બ્રહ્મ છે. એમ તેણે જાણ્ય' ઇત્યાદિ વચનેથી બ્રહ્મનું પ્રતિપાદન કરતી અનેક શ્રુતિઓ જ પરમાત્મા વિષે મુખ્ય પ્રમાણરૂપ છે, એટલે તર્ક પણ કૃતિને અનુકુળ થાય એવો જ કરવો જોઈએ; કેમ કે ઈશ્વરને શુતિના આધાર વગર અનુમાનનો વિષય કરી શકાતું નથી. મતલબ કે અનુમાન અથવા તર્ક સ્વતંત્રપણે ઈશ્વરને ઓળખવામાં સહાયક થઈ શકતાં નથી. માટે જ શ્રી શંકરાચાર્ય મહારાજે પણ કહ્યું છે કે, “અતિમતસ્તોડનુસંધીયતામ-વેદને અનુકૂળ થાય એવા જ તર્ક કરવા જોઈએ.’ સ. સા. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124