________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેક સંપ્રદાયનું સંગમસ્થાન
૩૩
વેદનું અંગ છે. વ્યાકરણના કર્તા પાણિનિ છે. વ્યાકરણના શબ્દોની સિદ્ધિ બતાવેલી છે તેથી તે પણ વેદનું અંગ છે. નિરુકતના કર્તા યાસ્ક મુનિ છે. તેમાં વેદના અપ્રસિદ્ધ શબ્દોના અર્થનું નિરૂપણ હોવાથી તે ઉપયોગી છે. તેથી તે પણ વેદનું અંગ ગણાય છે. છંદશાસ્ત્ર અર્થાત પિંગળના રચનારા પિંગળ મુનિ છે, તેમાં વેદના છંદોની રીતિ દર્શાવેલી હોવાથી તે પણ વેદનું ઉપયોગી અંગ છે. એ પ્રમાણે જ્યોતિષ પણ વેદનું અંગ છે, તેમાં વેદોકત કર્મોના અનુષ્ઠાન માટે યોગ્ય કાળ દર્શાવેલો છે. તેના કર્તા સૂર્ય અને ગર્ગાદિ મુનિઓ છે. વેદના તાત્પર્યમાં આ બધાં ઉપયોગી છે, તેથી વેદાંગ કહેવાય છે, અને ચારે વેદનું જે તાત્પર્ય છે, તે જ તાત્પર્ય તેમનું પણ છે; જુદું નથી.
પુરાણો અઢાર છે, તે બધાં વ્યાસમુનિનાં રચેલાં છે. દાન, તપ, વ્રત અને ઉપાસનાના પ્રકારો એમાં છે, તેથી અંત:કરણની શુદ્ધિ કેળવીને એકાગ્રતા દ્વારા એ પણ જ્ઞાનમાં જ પરિણામ લાવે છે.
ન્યાયશાસ્ત્રના કર્તા ગૌતમ મુનિ છે, તેમાં વિશેષ કરીને વાદવિવાદની યુકિતઓની પ્રધાનતા બતાવેલી છે. એ યુકિતઓનું મનન કરવાથી બુદ્ધિની સૂક્ષ્મતા વધે છે અને સૂકમ વસ્તુ બ્રહ્મને ઓળખવાની યોગ્યતા આપે છે, માટે એ પણ જ્ઞાનમાં સહાયક છે. મીમાંસાના બે પ્રકારો છે: (૧) પૂર્વમીમાંસા, (૨) ઉત્તરમીમાંસા. પૂર્વમીમાંસાના કર્તા જૈમિનિ મુનિ છે, તેમાં યજ્ઞાદિક કર્મોનાં અનુષ્ઠાનની રીતિ દર્શાવેલી છે. જો તેનું વિધિપુર:સર અનુષ્ઠાન થાય, તે તે પણ અંત:કરણની શુદ્ધિ કરાવીને જ્ઞાનમાં પરિણમે છે. ઉત્તરમીમાંસાના
For Private and Personal Use Only