Book Title: Shiv Mahimna Stotra
Author(s): Pushpdant, Lalji Naraynji Bramhabhatt
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેક સંપ્રદાયનું સંગમસ્થાન ૩૧ - ~- ~~ ~--- ----- - -- 'पुराणन्यायमीमांसाधर्मशास्त्राङ्गमिश्रितः । वेदाः स्थानानि विद्यानां धर्मस्य च चतुर्दश' ॥ इति ચાર વેદ, છ અંગ અને ચાર ઉપાંગ મળી ચૌદ વિદ્યાઓ જાણવી; ચાર ઉપવેદોને એમાં સ્થાન નથી; પરંતુ અહીં તો ઉપપુરાણોને પુરાણોમાં, વૈશેષિક શાસ્ત્રનો ન્યાયમાં, વેદાંતશાસ્ત્રનો મીમાંસામાં અને રામાયણ, મહાભારત તથા સાંખ્ય, પાતંજલ, પાશુપત, વૈષ્ણવ વગેરેને ધર્મશાસ્ત્રમાં સમાવેશ જાણી લેવો. ઉપર ગણાવેલાં બધાં શાસ્ત્રો આસ્તિકો માટે છે. એ સિવાય માધ્યમિક, યોગાચાર, સત્રાંતિક, વૈભાષિક, ચાર્વાક અને દિગંબર એવાં છ શાસ્ત્રો–પ્રસ્થાન નાસ્તિકોનાં છે. આ નાસ્તિક—શાસ્ત્રો વેદબાહ્ય છે, જેથી આસ્તિકોએ સર્વને નિરુપયોગી જાણી લેવાં. હવે ઉપર્યુકત વેદાનુકૂળ શાસ્ત્રોનું એક પરમાત્મામાં જ કેવી રીતે પર્યવસાન થાય છે, તે જુઓ. પારાશર સ્મૃતિમાં કહ્યું છે કે: 'न कश्चिद्वेदकर्ता स्याद्वेदस्मर्ता चतुर्मुखः । वेदो नारायणः साक्षात्स्वयंभूरिति शुश्रुम ।। વેદ સાક્ષાત નારાયણસ્વરૂપ છે, તેમ જ તે અનાદિ છે. તેમને કોઈ કર્તા નથી, પણ તેમનું સ્મરણ કરનાર ચતુર્મુખ બ્રહ્મા) છે. તે ચારે વેદોમાં કર્મ, ઉપાસના તથા જ્ઞાન, એ ત્રણ કાંડ મુખ્ય છે. જ્ઞાનકાંડ તે સ્પષ્ટપણે જીવ–બ્રહ્મની એકતાનો બોધ કરે છે; જ્યારે કર્મકાંડ અને ઉપાસનાકાંડ અંત:કરણની શુદ્ધિ કરાવીને એકાગ્રતા દ્વારા અંતે જીવ—શિવની એકતાના જ્ઞાનમાં પરિણમે છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124