________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
શ્રીશિવમહિમ્ર સ્તોત્ર
કોઈ (સાંખ્ય અને યોગદર્શનકાર) સર્વ ગત નિત્ય છે એમ માને છે. બીજો (બદ્ધ) આ બધું અનિત્ય છે. વળી અન્ય (નૈયાયિક) સઘળા જગતમાં નિત્યતા અને અનિત્યતા ભિન્ન ભિન્ન વિષયોમાં માને છે; આથી તે પુરમથન! તે બધા
સ્તુતિના પ્રકારથી વિસ્મય પામેલાની પેઠે હું તમારી સ્તુતિ કરતાં શરમાતો નથી! અહે! ખરેખર! વાચાળતા ઘણી જ નિર્લજજ છે.
સાંખ્ય અને પાતંજલ મતના અનુયાયીઓ આ સર્વ જગતને જન્મ અને નાશથી રહિત માને છે. સસલાનું શિંગડું અને વાંઝણીના છોકરા પેઠે જે વસ્તુ અસત છે અર્થાત જેની સંભાવના જ નથી, તેની ઉત્પત્તિ ક્યાંથી હોય? અને સત એટલે આત્મા, જે હમેશાં સત સ્વરૂપે વિદ્યમાન છે, તેને કદી નાશ થતો નથી; કારણ કે અસત ની જો ઉત્પત્તિ થાય, તો તે અસત નથી; અને સત વસ્તુનો જો નાશ થાય, તે તે સત નથી. બીજી રીતે કહીએ તો જગતની જે વ્યકત અવસ્થા તેનું નામ ઉત્પત્તિ, અને અવ્યકત અવસ્થા તેનું નામ નાશ છે. ઈશ્વર પણ તે વ્યકત અને અવ્યકત અવસ્થાનો જ નિયામક હોઈ શકે છે, પણ અસત ની ઉત્પત્તિ તથા સત્ ને વિનાશ કરવા ઈશ્વર પણ સમર્થ નથી, એ અભિપ્રાયે સત્કાર્યવાદ નામને આ એક પક્ષ જગત સત્ય છે એમ કહે છે.
(સાંખ્યદર્શન સત્કાર્યવાદને માનનાર છે. સત્કાર્યવાદમાં કાર્ય અને કારણ ભિન્ન નથી, પણ કેવળ કારણની વ્યકત અવસ્થામાં જ છે. આ જગત પ્રલયકાળમાં અવ્યકત રહે છે અને ઉત્પત્તિકાળમાં વ્યકત થાય છે માટે કારણ સત્ય છે અને એનાથી ઉત્પન્ન થયેલું કાર્ય પણ સત્ય છે આ એનો સિદ્ધાંત છે.)
For Private and Personal Use Only