________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૃષ્ટિ માટે વિવિધ મતે
૩૮
બૌદ્ધમતના અનુયાયીઓ “આ સર્વ અનિત્ય છે,” એમ માનનારા છે. ઘટાદિ સત વસ્તુ કદી સ્થિર (નિત્ય) નથી હોતી; પદાર્થમાં સફળ ક્રિયાપણું હોવું એ જ તેનું સત પણું છે, એટલે ક્ષણિક જલપાનથી ક્ષણિક તૃષાશાંતિ, ક્ષણિક ભજનથી ક્ષણિક સુધાશાંતિ વગેરે જે સફળતા હોવી તે જ પદાર્થનું સતપણું છે; પરંતુ આ સફળ ક્રિયા માત્ર એક ક્ષણમાં જ સમાપ્ત થઈ જતી હોવાથી બીજી ક્ષણમાં તેનું અસત પાણું નક્કી થાય છે; આમ ‘ક્ષણિક વિજ્ઞાન’ માનનારા આ બૌધમતાનુયાયીઓ, આ સર્વ ક્ષણિક છે, તેથી પરમેશ્વર પણ ક્ષણિક વિજ્ઞાનની પર પરારૂપ હોઈ અસત ની ઉત્પત્તિ કરવાને તથા સત ની સ્થિરતા કરવાને તે સમર્થ નથી થત એમ કહેનારા છે. આ સુગમતાનુવતીને ‘સર્વક્ષણિકતાવાદ' નામે બીજો પક્ષ થયો.
આ બન્નેથી જુદો એવો ત્રીજો પક્ષ તાર્કિક છે. તેઓ ઉપર્યુકત બંને પક્ષના યુકિતવાદને સહન કરતા નથી. એ લોકો એમ પ્રતિપાદન કરે છે કે, આ સર્વ સૃષ્ટિમાં કેટલાક નિત્ય અને કેટલાક અનિત્ય એમ ભિન્ન ભિન્ન ધર્મોવાળા પદાર્થો છે. આકાશ, કાળ, દિશા, આત્મા, મન અને પૃથ્વી વગેરેના પરમાણુઓ નિત્ય મનાય છે. જ્યારે સર્વ કાર્યદ્રવ્યો અનિત્ય છે. ઈશ્વર અનિત્ય પદાર્થની ઉત્પત્તિ તથા નાશનો નિયામક છે, પણ નિત્ય દ્રવ્યની ઉત્પત્તિ કે વિનાશને તે નિયામક નથી એમ તેઓ માને છે.
આરંભવાદી ન્યાયવૈશેષિક અસત્યવાદી છે. આ મતમાં જગતનું મૂળ કારણ ચતુર્વિધ પરમાણુ જ સત્ય છે અને કાર્યસમૂહ સત પરમાણુમાંથી ઉત્પન્ન થયા છે. હવે આ કાર્યસમૂહ ઉત્પત્તિની
For Private and Personal Use Only