________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
શ્રીશિવમહિમા સ્તોત્ર
વળવાનું છે એમ કોઈ કહે તો તેનો ઉત્તર પ્લેકના ઉત્તરાર્ધમાં જ આપેલ છે કે, હે ભગવન તમે પોતે ભલેને દરિદ્રીના વેશમાં છે, પરંતુ સર્વે દેવોને જે અસાધારણ સંપત્તિ પ્રાપ્ત થયેલી છે, તે તો કેવળ તમારા કૃપાકટાક્ષનું જ ફળ છે. વળી ઈંદ્રાદિ દેવતાઓ જે અલૌકિક તેજ અને સામર્થ્ય ભેગવે છે તે પણ આપની સેવાનું જ ફળ છે. આપ દરિદ્રી નથી, પણ મહાન વિભૂતિવાળા દેવાધિદેવ છે, કારણ કે જે બીજાને ધનવાન અને સામર્થ્યવાન બનાવે છે, તે પોતે જ અધિક ધનવાન અને સામર્થ્યયુકત હોય છે એવો જગતનો અનુભવ છે.
દીક તમારા મહાદેવ જો એવા અતિશય ઐશ્વર્યવાળા છે, તો તેમની ઘરવખરી આવી તુચ્છ કેમ છે? એમ કોઈ શંકા કરનારો નાસ્તિક નીકળે તે તેને પણ જવાબ ચોથા ચરણમાં આપેલો છે, જે સચ્ચિદાનંદસ્વરૂપ હોઈ પોતાના આનંદમાં જ મગ્ન રહેનાર છે, તેને શબ્દાદિ વિષષોની મિથ્યા ઇચ્છા કદી લોભાવી શકતી નથી. જેમ ખારવાળી ભૂમિમાં જ્યાં પાણીનું નામ પણ હોતું નથી, ત્યાં સૂર્યનાં કિરણોને લીધે, ભૂમિ તપવાથી જળ ભર્યું હોય એવો ભાસ થાય છે અને પાણી પીવાની ઇચ્છાથી તે તરફ દોડી જનારાં મૃગલાં છેતરાય છે: તેમ વાસ્તવિક રીતે જોતાં વિષય મિથ્યા હોઈ અત્યંત દુ:ખ આપનારા અને મનુષ્યને ફસાવનારા છે; છતાં અજ્ઞજનોને તે સુખ ઉપજાવનારા જણાય છે, તેથી જ તેઓ તેમાં આસકત રહી અંતે દુ:ખનો અનુભવ કરે છે, પરંતુ નિજાનંદી પુરુષો તેને વિષરૂપ જાણીને દૂરથી જ ત્યજી દે છે. આ પ્રમાણે મનુષ્ય પણ આત્માનંદમાં મગ્ન બની વિષયોથી છેતરાતા નથી, ત્યારે નિત્યમુકત
For Private and Personal Use Only