Book Title: Shiv Mahimna Stotra
Author(s): Pushpdant, Lalji Naraynji Bramhabhatt
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુકૂળ તકથી ઈશ્વરની સિદ્ધિ આ પ્રમાણે પ્રતિકૂળ તર્કોના પરિહાર કરી અનુકૂળ તર્કને અનુસરી સ્તુતિ કરે છે : अजन्मानो लोकाः किमवयववन्तोऽपि जगतामधिष्ठातारं किं भवविधिरनादृत्य भवति । अनीशो वा कुर्याद् भुवनजनने कः परिकरो यतो मन्दास्त्वां प्रत्यमरवर संशेरत इमे ॥ ६ ॥ હૈ દેવામાં શ્રેષ્ઠ! અવયવવાળાં આ સઘળાં જગત શું ઉત્પત્તિ વિનાનાં હોય ખરાં? અને જગતની ઉત્પત્તિની ક્રિયા કર્તા વગર કંઈ બની શકે ખરી? જો ઈશ્વર સિવાય બીજો કોઈ કર્તા હોય, તો સર્જનની સામગ્રી કઈ! આ બધાં કારણોથી તમે સિદ્ધ જ છે; છતાં જેઓ તમારા પ્રત્યે સંદેહ ધરે છે, તે મૂર્ખ છે. ૬ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ—એવાં પંચમહાભૂતેથી બનેલી આ સૃષ્ટિ અવયવવાળી છે; માટે સર્જેલી અર્થાત જન્મવાળી હોવી જોઈએ. જુઓ : ‘ સૃષ્ટિ જન્મવાળી છે, કેમ કે તે અવયવવાળી છે; જે જે પદાર્થો અવયવવાળા હોય છે, તે તે બધા જન્મવાળા હોય છે; જેમ કે ઘડો અવયવવાળા છે, માટે તે જન્મવાળા અર્થાત્ જન્ય છે' એમ અનુમાન કરી શકાય. ‘ યાવધિરં તુ વિમાનો રોજ્વત્। ' કડાં, બાજુબંધ, કુંડળ વગેરે જે જે વિકારવાળાં ( કાર્ય) હોય છે, તે તે પરસ્પર ભિન્ન હોય For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124