Book Title: Shiv Mahimna Stotra
Author(s): Pushpdant, Lalji Naraynji Bramhabhatt
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તર્કથી ન સમાય તેવી શિવની શક્તિ ૨૫ રહેલી સર્વ બાબત સાધ્યમાં હોવી જ જોઈએ; એ માન્યતા ભૂલભરેલી છે; નહિ તો ‘પર્વત અગ્નિવાળા હોવા જોઈએ, કેમ કે તે ધુમાડાવાળા છે, રસોડાની પેઠે.' આ અનુમાનમાં રસાડામાં ધુમાડાની અને અગ્નિની વ્યાપ્તિ થઈ, ત્યારે ત્યાં એક પંખો પણ જોવામાં આવેલા, તેથી પર્વત ઉપર પણ તે હાવા જોઈએ એમ ઠરે છે; પણ એમ તો હોતું નથી. આ તર્ક દૂષિત હોવાથી અગ્રાહ્ય છે. આમ અવકાશ વગરના અને કવખતે કરેલા આ કુતર્ક મૂર્ખ મનુષ્યોને (બીજા ભાળા લોકોને ભાળવવા) વાચાળ બનાવે છે. ખરી વાત તો આ છે કે અક્ષરબ્રહ્મ જ આ સર્વ ભૂતોનું ઉપાદાન તથા નિમિત્તકારણ છે. છતાં કોઈ તર્ક કરે કે બ્રહ્મ જગતનું કારણ નથી; કેમ કે, સૃષ્ટિની પૂર્વે એએકલું જ હતું અને માટી, ચક્ર વગે૨ે સહકારી સાધના સિવાય કુંભાર જેમ ઘડો બનાવી શકતો નથી, તેમ સહાયરહિત બ્રહ્મ સૃષ્ટિની રચના કરી શકે નહિ; તો આવા તર્કનું મિથ્યાપણું બતાવવા અમે આ નીચેના મુંડકોપનિષદનો મંત્ર રજૂ કરીશું. ' यथोर्णनाभिः सृजते गृह्यते च यथा पृथिव्यामोषधयः संभवन्ति । यथा सतः पुरुषात् केशलोमानि तथाऽक्षरात्संभवतीह विश्वम् ॥ જેમ કરોળિયા બીજા કોઈની જરૂર વિના જ પોતાના શરીરમાંથી તંતુઓ કાઢી પાથરે છે અને પાછા પોતાના શરીરમાં સંકેલી લે છે, તેમ બીજા કોઈની સહાય વગર પરમાત્મા આ જગતમાં ઉત્પાદક થાય છે.' ત્યાં વળી કોઈ એવા તર્ક કરે કે, બ્રહ્મથી ભિન્ન નથી' તેથી તે બ્રહ્મની જેમ પોતાના જ સ્વરૂપનું . જગત For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124