________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
તર્કથી ન સમજાય તેવી શિવની શક્તિ
"
>
કહેલું શ્રુતિવચન શું મિથ્યા છે? તો તેના જવાબમાં કહેવાનું કે, તમે આપેલા શ્રુતિપ્રમાણથી આત્માના નિવિશેષ સ્વરૂપનું જ્ઞાન થાય છે, માટે તે શ્રુતિને પણ પ્રમાણ સમજવી અને આત્મસ્વરૂપના જ્ઞાન માટે શ્રુતિ સિવાય બીજું કંઈ સાધન નથી, એ એ વાત સત્ય છે, પણ ઐતિ નૈતિ—આત્મા આવા નથી, આત્મા આવા નથી' એ પ્રમાણે કહીને શ્રુતિ પણ આત્માની ઉપર અધ્યસ્ત ( આરોપિત) ધર્મના નિષેધ કરે છે; અને એમ કરી સર્વાધિષ્ઠાન, સન્માત્ર, નિર્વિશેષ સ્વરૂપ એ જ આત્મા છે એમ બતાવે છે; અને તેટલે અંશે તે પ્રમાણ છે. ‘આત્મા આવા છે, આવા છે,' એમ સાક્ષાત કથન કરવા તે શ્રુતિ પણ સમર્થ નથી (૫) અર્થાપત્તિપ્રમાણ પણ આત્માને વિષય કરી શકશે નહિ. જુઓ : ‘દેવદત્ત દિવસે ભાજન કરતા નથી તોપણ પુષ્ટ છે. આ દૃષ્ટાંતમાં દેવદત્તની પુષ્ટતાની ‘એ રાત્રિમાં ભાજન કરતો હશે ' એવી કલ્પના કર્યા વગર સંગતિ થશે નહિ; પરંતુ આત્મામાં તો સકળ ધર્મો કલ્પિત હોવાથી તેને વિષે એકાદ ધર્મની અનુપપત્તિ એટલે અસંગતિ સંભવતી, નથી, તેથી અર્થાપત્તિને અહીં અવકાશ નથી. (૬) આત્મા ભાવસ્વરૂપ હોવાથી અનુપલબ્ધિ પ્રમાણનો પણ વિષય નથી; કારણ કે આત્મા સ્વયંપ્રકાશ છે, અને તેથી જ સ્વત:પ્રમાણ છે. આ પ્રમાણે તર્ક અથવા પ્રમાણથી આત્મશાન સાધ્ય થતું નથી, એમ સિદ્ધ થાય છે; છતાં મૂઢ લોકો કુતર્કો કરે છે કે, તમારો વિધાતા સૃષ્ટિના સર્જનમાં કંઈ ક્રિયા કરે છે? તેનું શરીર કેવું છે? તે સૃષ્ટિની રચનામાં કયા ઉપાયો લે છે? કોની સહાય લઈ અર્થાત કોના આધાર લઈ સૃષ્ટિ
For Private and Personal Use Only
૨૩