________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવની સગુણ શક્તિ
--------
----
---
----- -----
-
------
જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા લયનું કારણ બ્રહ્મ છે” એવું જે કૃતિમાં વર્ણવેલું છે, તે બ્રહ્મનું તટસ્થ લક્ષણ છે; અને “સર્ચ શાનમનન્ત શ્રદ્ધા / બ્રહ્મ જ્ઞાનસ્વરૂપ છે, સત્ય છે અને અનંત છે” એવું જે શ્રુતિવચન છે તે બ્રહ્મનું સ્વરૂપલક્ષણ છે. આ પ્રમાણે જો વેદમાં સ્વરૂપલક્ષણ ન કહ્યું હોત, તો કેવળ તટસ્થ લક્ષણથી જિજ્ઞાસુઓની શંકાનું સમાધાન થાત નહિં; કેમ કે કોઈ વળી એવી શંકા લાવે કે, ‘બ્રહ્મ’ એ શબ્દ વડે પ્રધાન કાળ, ગ્રહ, લોકપાળ વગેરેનું અહીં ગ્રહણ કેમ ન કરવું? એમાં પણ જગતનું કારણ હોવાપણાનો સંભવ છે; તે તેના સમાધાનમાં ઉપર્યુકત બંને લક્ષણો કામ લાગશે. જીવાદિ વિષે જગતનું કારણ હોવાપણાને સંભવ રહેતો નથી એવો નિશ્ચય થાય અને બુદ્ધિ સ્થિર થાય એટલા માટે જ તટસ્થપણાનો ઉપયોગ છે; અને પ્રધાન વગેરે જગતનું કારણ નથી, પણ બ્રહ્મ જ છે, એવો નિશ્ચય થવા સારુ સ્વરૂપલક્ષણને ઉપયોગ છે એમ સમજવું. ખરી વસ્તુ આ છે છતાં કેટલાક મંદબુદ્ધિઓ ઈશ્વરનું ઐશ્વર્ય સર્વ પ્રમાણોથી સાબિત થઈ ચૂકયું છે છતાં તે વિષે શંકાશીલ બની જેઓ તેનું ખંડન કરવા તૈયાર થાય છે, તેઓ મંદબુદ્ધિ છે, એમ અહીં “યત' તથા “તત” એ બંને શબ્દોથી સૂચવ્યું છે, “ગધ :” એ પદને છઠ્ઠી વિભકિતના એકવચન વડે લઈ આવો અર્થ પણ થઈ શકે, જેઓનો સંસારમાંથી ઉદ્ધાર નથી એવા અભવ્ય લોકોમાંના કોઈ જડબુદ્ધિ મનુષ્યનો આપના ઐશ્વર્ય વિશે જે અરમણીય આક્ષેપ હોય છે, તેનું ખંડન કરવા “g ' મુખ્ય સિદ્ધાંતીઓ તેની સામે રમણીય આક્ષેપ કરે છે. આ અર્થમાં પૂર્વ પક્ષકારે તે જડબુદ્ધિ
For Private and Personal Use Only