________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવનું નિર્ગુણ અને સગુણ સ્વરૂપ
૧૩
સા--જે સચ્ચિદાનંદ પરમાત્માને પામ્યા વગર મન સાથે વાણી પણ પાછી ફરે છે.' વળી એ જ ભગવતી પરમેશ્વરના સગુણ
સ્વરૂપનું પ્રતિપાદન કરતાં, મારાથી કંઈ અયોગ્ય તે બોલી નહિ જવાય. એવા ભયથી તથા નિર્ગુણ સ્વરૂપનું પ્રતિપાદન કરતી વખતે સ્વયંપ્રકાશ ઈશ્વરનું જ્ઞાન, કોઈ અન્ય પ્રમાણને અધીન તો નહિ થઈ જાય એવા વિચારથી બીતાં બીતાં કહે છે: સગુણ પક્ષે ‘સર્વ વિટું -આ સર્વ બ્રહ્મ જ છે.' એવું અભેદભાવે વર્ણન કરે છે, અને નિર્ગુણ પક્ષે માયા તથા તેનું કાર્ય જે આવરણવિક્ષેપાદિ, તેને ત્યાગ કરાવી જહ-અજહદ્ લક્ષણો વડે તેનું પ્રતિપાદન કરે છે. લક્ષણાના પ્રકારો ત્રણ છે: (૧) જહદ્ લક્ષણ, (૨) અજહદ્ લક્ષણા અને (૩) જહ-અજહદ્ લક્ષણા. તે પૈકી જહદ્ લક્ષણામાં પદનો મૂળ અર્થ બધો છોડી દઈ, તેની સાથે સંબંધમાં આવતું હોય એવો બીજો અર્થ ગ્રહણ કરવો પડે છે; જેમ કે, સુમિતzમા ના-જેમાં વૃક્ષો પ્રફુલ્લિત થયાં છે, એવી ગંગા.’ અહીં ગંગાના પ્રવાહમાં વૃક્ષોનું હોવું અસંભવિત છે, માટે ગંગા શબ્દને મૂળ અર્થ ‘પ્રવાહ” છોડી દઈ તે શબ્દ વડે તીરપ્રદેશ' એવો અર્થ લેવો પડે છે, જેથી ગંગાને તીરે ખીલેલાં પુષ્પવાળાં વૃક્ષો છે એવો અર્થ થાય છે. અનહદ લક્ષણામાં પદના મૂળ અર્થને કાયમ રાખી વિશેષણ–વિશેષ્યભાવ ગ્રહણ કરવો પડે છે. જેમ કે, “રાત દોડે છે.' અહીં રાતે તો વિશેષણ છે, માટે તે કંઈ દોડી શકે નહિ. પરંતુ તેનું વિશેષ્ય જે ઘેડા વગેરે હોય, તેનું ગ્રહણ કરવું પડે છે; એટલે કે રાતો ઘડો દોડે છે. એવો અર્થ લેવો પડે છે. આ રીતે મૂળ અર્થને કાયમ
For Private and Personal Use Only