________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीपुष्पदंतविरचित श्रीशिवमहिम्नः स्तोत्र
શિવને અપાર મહિમા ગુણેનું વર્ણન કરવું તે સ્તુતિ કહેવાય છે. તે ગુણવર્ણન, ગુણ જાણ્યા વગર કરી શકાય નહિ. જેની સ્તુતિ કરવી હોય તેમના ગુણોનું જ જો જ્ઞાન ન હોય, તો તેનું વર્ણન કેમ થઈ શકે? ભગવાનના ગુણ અનંત ને અસંખ્ય છે. તે ગુણોનું સાચું જ્ઞાન કોઈને પણ થઈ શકે તેમ નથી તો પછી પરમાત્માની ગુણવર્ણન રૂપ સ્તુતિ કેમ કરી શકાય? બીજું અશકય અને અયોગ્ય કાર્યના આરંભ કરવાથી હાંસી થાય છે, એ પ્રસિદ્ધ છે. એવી કોઈને જો શંકા થાય છે તે દૂર કરવાના નિમિત્તે પોતાની વિનયશીલતા બતાવી ગંધર્વરાજ ભગવાનની સ્તુતિ કરવાનો આરંભ કરે છે. महिम्नः पारं ते परमविदुषो यद्यसदृशी स्तुतिब्रह्मादीनामपि तदवसन्नास्त्वयि गिरः। अथावाच्यः सर्वः स्वमतिपरिणामावधि गृणन् ममाप्येषः स्तोत्रे हर ! निरपवादः परिकरः ॥१॥
હે મહાદેવ! જો તમારા મહિમાની પરમ સીમાને નહિ જાણનારાની (મારી) સ્વનિ અયોગ્ય ઠરે, તો બ્રહ્માદિ દેવની વાણી પણ તમારા વિશે અયોગ્ય જ ગણાય અને જો પતિ
For Private and Personal Use Only