________________
DEOSCOODDEODE OUTDOOOOECO2003ECOETOOOOOOOOE OEDDEOS
અભિવાદન
માનવજીવન અનેક રીતે મહત્વનું છે. એનાં વિવિધ પાસાઓ છે. એ પૈકી નિગ્નલિખિત અગ્રગણ્ય ઉજવળ પાસાંઓનું આહલાદક અને પ્રેરણાત્મક દર્શન અને સૌરાષ્ટ્રના મધુમતી (મહુવા બંદર)ના ભાગ્યશાળી અને પ્રભાવક પુત્ર, નષ્ઠિક બ્રહ્મચારી, સાઠ વર્ષ જેટલા દીર્ઘકાલીન શ્રમણ્યથી વિભૂષિત, પંજાબી મુનિવર્ય વૃદ્ધિચંદ્રજીના વરદ હસ્તે દીક્ષા લઈને અને પંજાબી દાનવિજયજી દ્વારા ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરીને એ બંને ગુરુવર્યનાં નામ અને કામને ગૌરવાંકિત કરનારા, મહુવાના નરરત્ન શાઅવિશારદ વિજયધર્મસૂરિજીના ગુરુબંધુ. તીર્થોદ્ધારક શ્રીવિજયનેમિસૂરિજીમાં થયેલું જોવા જાણવા મળ્યું છે.
#OBOOSODECOEOOOOOOOOOOOOOOEO GOOGOOOOEoQGOODB00BOOOOOOOOOOOOOOOOZOOOOOOOOGO
બ્રહ્મચર્યનું સતત પાલન, એમના સુયોગ્ય પરિવારમાં એનું અનતિચાર સેવન થતું જોવાની એમની ઉત્કટ ઉત્કંઠા અને પુરી તકેદારી, સમ્યગજ્ઞાનની એમણે કરેલી વિપુલ અને વિશિષ્ટ આરાધના, વિનેયાદિ અંગે વિદ્યાવિતરણ માટે એમણે કરેલો ઉત્તમ પ્રયાસ, એમની ચાણક્યબુદ્ધિ. એમને આગોદ્ધારક આનંદસાગરસૂરિજી પ્રત્યેનો પ્રશંસનીય સદભાવ, કદંબગિરિ વગેરેના તીર્ણોદ્ધાર માટે એમણે કરેલો પુષ્કળ પરિશ્રમ, ઈત્યાદિ.”
ROBODSOOSC03003CPSO DSO DEI 03003C020090 090020030:0200300300300800200200200900SOJEC030030090030
અંતમાં એ સૂરિસમ્રાર્ના નોંધપાત્ર ગુણોને કમરણપૂર્વક હું એમનું વિનમ્રભાવે અભિવાદન કરું છું. અને જન્મશતાબ્દીની ઉજવણી અંગે સફળતા ઇચ્છું છું.
હીરાલાલ ર. કાપડિયાની
નંદના
ROC0050090 090060060080030050090060060:090030090090060060090020090030SS
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org