________________
શ્રી શાંતસુધારસ
૧૮૦૦ જનની છે. એ એક રજજુનો અતિ અલ્પ ભાગ ઊંચાઈમાં રોકે છે. ઊર્વીલોક સાત રજજુમાં કાંઈક ઓછો છે. કુલ ત્રણે લેક મળીને ચિાદ રજજુ પ્રમાણુ ઊંચાઈ છે.
અધોલેાકનો વિચાર પ્રથમ ગાથામાં કર્યો છે. ઉપર જણાવ્યું તેમ સંભૂતળા પૃથ્વી નીચે નવ સે જજન મૂક્યા પછી એ શરૂ થાય છે. એના સાત વિભાગ છે. એને નરકભૂમિ કહે છે. એમાં રહેનાર છો નારકે કહેવાય છે.
પ્રથમ નરક રત્નપ્રભા નામની છે. તેને પૃથ્વીપિડ એક લાખ એંશી હજાર જે જન છે. એના ત્રણ કાંડ-વિભાગ છે. પ્રથમ વિભાગ રત્ન ભરપૂર છે તેથી તેનું નામ રત્નપ્રભા પડેલ છે. જો કે તેની જાડાઈ ૧૬ હજાર જનની છે. બીજા કાંડમાં કાદવ છે તેની જાડાઈ ૮૪૦૦૦ એજન છે. ત્રીજો ભાગ પાણીથી ભરેલે છે. તેની જાડાઈ ૮૦ હજાર જન છે. એની નીચે ઘનોદધિ, તેની નીચે ઘનવાત, તેની નીચે તનુવાત અને પછી આકાશ છે. ત્યારપછી બીજી નરકભૂમિ આવે છે.
આ પ્રથમ નરકભૂમિનું નામ ઘમ કહેવાય છે. એની ઊંચાઈ એક રાજની છે. બીજી નરકભૂમિનું નામ શર્કરામભા છે એમાં કાંકરા વિશેષ છે. એની ઊંચાઈ પણ એક રાજની છે. ત્રીજી નરકભૂમિ વાલુકાપ્રભા છે. એમાં વે એટલે રેતી વિશેષ છે. એની ઊંચાઈ પણ એક રજજુ પ્રમાણ છે. આ ત્રણે નરકમાં ક્ષેત્રવેદના ભયંકર, શીત, ઉષ્ણ વિગેરે દશ પ્રકારની અસહ્ય હોય છે. સ્થાનકો રહેવાનાં બરછી જેવાં અને શરીર મારા જેવાં હોય છે. બીજી અન્ય કૃતવેદના છે. નારકે પરસ્પર લડે છે, કાપે છે, ત્રાસ આપે છે અને મારામારી કર્યા જ કરે છે. એક ક્ષણ પણ સુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org