________________
૩૬૦
શ્રી શાંતસુધારસ રિક ભાવને રજૂ કરનાર રાગાદિ ભાવની દરમ્યાનગીરી ન જ સંભવે. આ વિશિષ્ટ જ્ઞાન એટલે નિર્મળ શ્રુતજ્ઞાન સમજવું. અને તે આત્મવિશિષ્ટ જ્ઞાન સુધી લઈ જઈ છેવટે સંપૂર્ણ વિજ્ઞાન (કેવળજ્ઞાન) પ્રાપ્ત કરાવે છે એમ સમજવું. - એ દાસીન્ય જાતે જ વિચિત જ્ઞાન છે. એમાં શુદ્ધઅશુદ્ધ, યથાર્થ—અયથાર્થ, ગ્રાહ્ય–ત્યાજ્ય વસ્તુ અથવા ભાવનું વિવેચન હોય છે. ઉદાસીનતાની સાથે વિવેચનશક્તિ જરૂર પ્રાપ્ત થાય છે. વિવેચનજ્ઞાનથી–વિવેકથી સદ્ કે અસનો તફાવત સમજાય છે અને ચેતન માર્ગ પ્રાપ્તિ બરાબર કરે છે. - વિનય ! આવા શાંતસુધારસ અમૃતના રસનું તું પાન કર. એ અમૃતને ધરાઈ ધરાઈને પી, એના રસના ઘુંટડા લેતો જા અને એના આનંદના ઓડકાર આવે તેમાં મસ્ત થઈમેજ માણું.
આવા અનેક વિશેષણને ગ્ય ઉદાસીન ભાવ છે. તેને તું સમજી–ઓળખી તારા જીવન સાથે વણું નાખ. એના આનંદ તરંગે તને ભવસમુદ્રને કાંઠે લઈ જશે.
અહીં વિનયને ઉદ્દેશ કરવા દ્વારા કર્તા શ્રી વિનયવિજય ઉપાધ્યાયના નામનું સૂચન કર્યું છે. આ ગ્રંથ અહીં પૂરો થાય છે તેથી એનું પાન કરવાની–એ ભાવનાઓને વારંવાર ભાવવાની ભલામણ પણ કરી અને એ રીતે આ ગ્રંથનું અતિ રમ્ય સેળમું ચિત્ર પૂરું કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org