________________
ગ્રંથપરિચઃ બાહા અત્યંતર તપ છે. એ તપથી સંચમ આવે છે, સંયમથી કર્મોને નાશ થાય છે અને પરંપરાએ સર્વથા મુક્તિ થાય છે.
ધર્મ ભાવના–ધર્મ એ શું ચીજ છે, એને આત્મા સાથે કેવો સંબંધ છે, એનાં વ્યવહાર સ્વરૂપ કેવા છે, દાન, શીલ, તપ, ભાવનો આંતર આશય શું છે, એને વિચાર કરી એ વિચારદ્વારા ધર્મને અપનાવો અને જીવનને ધર્મમય બનાવવું.
લોકસ્વભાવ–આ દુનિયાની વ્યવસ્થા વિચારી, એના અનેક સ્થાને સમજી ત્યાં આ પ્રાણી આવે જાય છે, એક ખાડામાંથી બીજામાં પડે છે અને એ રીતે એનું ચકભ્રમણ ચાલ્યા કરે છે. એમાં અનિત્ય સુખ–દુ:ખ થાય છે. એમાં સર્વ કાળની શાંતિનું સ્થાન પણ છે.
બોધિદુર્લભ-સભ્ય જ્ઞાન, સમ્યમ્ દર્શન અને સમ્યક્ ચારિત્રને સમજવા બહુ મુશ્કેલ છે, સમજ્યા પછી એની પ્રાપ્તિ મુશ્કેલ છે અને જ્યાં સુધી એની પ્રાપ્તિ ન થાય ત્યાંસુધી સંસારચક્રના ફેરા અનિવાર્ય છે. બોધિરત્નની પ્રાપ્તિ કરવા એગ્ય છે.
ધર્મધ્યાનમાં પ્રવેશ કરવા માટે આ બાર ભાવનાઓ હેતુ છે. એમાંની એક એક ભાવનાને એના યથાતચ્ચ સ્વરૂપે દીર્ઘ કાળ સુધી નિરંતર ભાવવામાં આવે અને તે સિવાય સર્વ કાર્ય છેડી દેવામાં આવે તે આખા ભવચક્રના ફેરા હમેશને માટે દૂર થાય તેમ છે અને તેવી રીતે આ બારમાંની માત્ર એક જ ભાવના ભાવીને અનેક પ્રાણીઓ પોતાનું જીવન ધ્યેય પ્રાપ્ત કરી શક્યા છે. ટૂંકામાં શુદ્ધ ધર્મધ્યાનની સાથે આત્માને અનુસંધાન કરાવનાર એ બાર ભાવનાઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org