________________
૩૦
શ્રી શાંતસુધારસો
+ + ' , " . whiw.
i
- 1 + 1
પિષણ છે તેનું બીજામાં મૂળ ઉખેડી નાખવામાં આવ્યું છે.' ગીતગોવિંદમાં અધરસુધારસનું પાન કરવામાં જીવનને ધન્યા માનવામાં આવશે (સ. ૧૨–૫) ત્યારે શાંતસુધારસમાં જીવનને ડાભના અગ્રભાગ પર રહેલ પાણીના ટીપા જેવું અસ્થિર બતાવશે. (૧૦–૧ અષ્ટક)
આટલું છતાં બન્નેની ગેયતા ઘણી સુંદર છે. કવિ જયદેવને અને વિનયવિજય ઉપાધ્યાયને પ્રયત્ન કાવ્યની નજરે સફળ ગણાય. એક રીતે જોઈએ તો કવિ જયદેવને માર્ગ સરળ હતે. એને શૃંગાર પિષ હતા, લેકરુચિને અનુસરવું હતું અને પગલિક વિલાસનું શબ્દચિત્ર આપવું હતું. એમાં કાંઈ ઓછાશ રહે તે લોકો પોતાની કલ્પનાથી પુરવણી કરવા તૈયાર હતા, પણ ઉપાધ્યાયશ્રી વિનયવિજયનો માર્ગ વધારે મુશ્કેલ હતો. એને વિષયકષાયની વિરૂપતા, સંસારની અસારતા,
જીવનની ક્ષણિકતા અને ત્યાગધર્મની શ્રેષ્ઠતા બતાવી જે સર્વ રાગની દષ્ટિએ ગમે છે તેને છોડાવી દેવાની વાત કરવાની હતી. આવા ચાલુ નજરે ન ગમે તેવા ત્યાગના વિષયને તેઓ પિતાના પાંડિત્યને ચોથે ખૂબ ઝળકાવી શક્યા છે.
સમસ્ત સંસ્કૃત સાહિત્યમાં ગાઈ શકાય તેવા આ બે જ ગ્રંથ હોવાથી તેનું સામ્ય અત્ર રજૂ કરવું જોઈએ, બાકી એકમાં શૃંગારને પિષ છે અને બીજામાં શૃંગારને તજ છે, ત્યાં સમાનતા તે કયાંથી આવે? ત્યાગની બાબત વિષમ છે, કર્કશ છે, પ્રથમ દષ્ટિએ અનાદરણીય લાગે તેવી છે અને બહુધા શુષ્ક હોય છે. તેવી બાબત શ્રી વિનયવિજયે સમય કરી બતાવી એ તેમની વિશિષ્ટતા છે. શાંતસુધારસ ગ્રંથમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org