________________
શીશાંતસુધારસઃ - આ પ્રશસ્તિ પરથી જણાય છે કે સંવત ૧૭૩૮ માં શ્રી વિનયવિજય ઉપાધ્યાયે રાંદેરમાં ચોમાસુ કર્યું હતું. આ રાસની પ્રશસ્તિ પર વધારે વિવેચન આગળ જતાં થશે. અહીં તે પરથી આપણે સમજી શકીએ છીએ કે તેઓ સંવત ૧૭૩૮ ના ચાતુર્માસ દરમ્યાન કાળધર્મ પામ્યા. આ રીતે તેઓના સ્વર્ગગમનને સમય નિર્ણત થાય છે.
તેઓશ્રીને જન્મસમય નકકી થઈ શકે તેવું કઈ પણ સાધન મળી શકયું નથી. હવે પછી તેમની કૃતિઓ પર વિવેચન આવશે તે પરથી માલુમ પડશે કે તેઓએ શ્રી કલ્પસૂત્ર પરની સુપિકા ટીકા સંવત ૧૬૬ ની સાલમાં જેઠ શુદિ ૨ ગુરુવારે પૂરી કરી હતી. સદર ટકાની કૃતિ જોતાં તે વખતે તેમનું વય ૩૫ વર્ષનું ઓછામાં ઓછું હોવું સંભવે, તે તે રીતે વિચારતાં તેઓશ્રીને જન્મ સંવત ૧૬૬૧ લગભગ ગણાય. તેમની કૃતિઓ વિગેરેને વિચાર કરતાં હું તેમને સમય સંવત ૧૯૬૦ થી ૧૭૩૮ સુધી મૂકું છું. જન્મસમય માત્ર અનુમાનથી મૂક્યો છે તેમાં પાંચ દશ વર્ષ વધારે ઓછા બન્ને બાજુએ હેય. સ્વર્ગગમન સમય તે નક્કી જ છે. તારિખ મળી શકતી નથી. આ ઉપરથી શ્રી વિનયવિજય મહારાજને સમય આપણે વિક્રમની સત્તરમી સદીને ઉત્તરાર્ધ અને અઢારમી સદીને પૂર્વાર્ધ ગણું શકીએ. અંગ્રેજી સાલ ઈ. સ. ૧૯૦૪ થી ૧૯૮૨ આવે એટલે આખી ઈસ્વીસનની સત્તરમી સદીનો ઈતિહાસ તેઓશ્રીને સ્પર્શે છે. ગુરુપરંપરા–
શ્રી વિનયવિજયજીએ તપગચ્છમાં દીક્ષા લીધી તે વખતના અરસામાં તેમની ગુરુપરંપરા કેવા પ્રકારની હશે તે વિચારવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org