________________
શ્રી-શાંતસુધારસ :
તમસ્કાયનું, કૃષ્ણરાજીનું અને તેના (કૃષ્ણરાજીના) અંતરે રહેલા કાંતિકના વિમાનેનું વર્ણન, લાંતક દેવલોકનું વર્ણન, ત્રણ પ્રકારના કિલ્વિષિક દેવેનું વર્ણન, જમાલિનું ચરિત્ર, શુક સહસારાદિ દેવલોકનું યાવત્ અચુત દેવલેક સુધીનું વર્ણન, રામસીતાનું ચરિત્ર, રૈવેયક અને અનુત્તર વિમાનનું વર્ણન, ત્યારેપછી સિદ્ધશિલાનું અને કાંતે રહેલા સિદ્ધોનું વર્ણન આપેલું છે.
આ પ્રમાણે ૧૬ સર્ગમાં (૧૨ થી ૨૭ સુધીમાં) ક્ષેત્રલેક પૂર્ણ કરેલ છે.
(કાળલેક) ૨૮ મા સર્ગમાં કાળને દ્રવ્ય તરીકે માનવા સંબંધી બે મતને આશ્રીને યુક્તિની સ્પષ્ટતા, છ ઋતુનું વર્ણન, કાળચર નિક્ષેપ, સમય, આવળી, ક્ષુલ્લક ભવનું વર્ણન, ઘડી, મુહૂર્તા, દિવસ, પક્ષ, માસ વિગેરેનું વર્ણન, સૂર્ય, ઋતુ, ચંદ્ર, નક્ષત્ર ને અભિવદ્ધિત–એમ પાંચ પ્રકારના માસ, વર્ષ અને તેની ઉપપત્તિનું વર્ણન, યુગની આદિ ક્યારે થાય? દરેક યુગમાં આવતા માસ, તુ, અયને ને દિવસોનું પ્રમાણ, અધિક માસ, અવમ રાત્રિઓ ને વિષુવની આવૃત્તિ, ઋતુ, અયન અને નક્ષત્રાદિ સાથે ચંદ્રમાને વેગ, તેના કારણે, સૂર્યના કિરણે, બીજા બવાદિ કરણે, પરુષી વિગેરેનું પરિમાણ, તેના વડે તિથિ આદિને નિશ્ચય વિગેરે બતાવેલ છે.
૨૯ મા સર્ગમાં યુગથી માંડીને સો-હજાર વિગેરેના ક્રમથી શીર્ષપ્રહેલિકા સુધીના અકેનું નિરૂપણ, અવસર્પિણીના પહેલા ત્રણ આરાનું વર્ણન તેમજ કલ્પવૃક્ષ, યુગલિકાદિનું વર્ણન આપેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org