Book Title: Shant Sudharas Part 2
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 556
________________ ગ્રંથ ક ોના સન્મન્ય ઃ ૧૩૯ છતાં આ રીતે તપગચ્છમાં વિભાગ થયા અને પરિણામે એક છત્રે ચાલતાં તપગચ્છમાં ચર્ચા, તકરાર અને ભેદની શરૂઆત થઇ. તપગચ્છના ત્રણ વિભાગ— 2 આ ઉપરાંત તપગચ્છમાં એક બીજો અગત્યના અનાવ વિજયદેવસૂરિના સમયમાં થયેા. આ મહાતપસ્વી આચાર્ય ને જહાંગીર પાદશાહે મહાતપાનું બિરુદ આપ્યું હતું. એના સમયમાં અમદાવાદમાં સુપ્રસિદ્ધ શાંતિદાસ શેઠ થયા. તેમના ઉપર તપગચ્છના રાજસાગરના ઉપકાર હતા. અમુક પ્રકારના જાપ કરીને શેઠને અનલ લક્ષ્મી પ્રાપ્ત કરાવી દેવાના એ કારણભૂત થયા હતા. શેઠ શાંતિદાસની ઇચ્છા પેાતાના ગુરુ રાજસાગરને ઉપાધ્યાય પદવી અપાવવાની હતી. એમણે વિજયસેનસૂરિને વિશિષ્ઠ કરી, પણ સૂરિમહારાજે જવાઅમાં જણાવ્યું કે એમ પઢવી આપીએ તેા સ્થળે સ્થળે ઉપાધ્યાય થઇ જાય, તેથી તેનું માહાત્મ્ય ન રહે, માટે તમારી વિનતિ સ્વીકારી શકાય તેમ નથી. શ્રાવક જ્યારે અમુક સાધુના પક્ષ કરે ત્યારે શાસનની જે દશા થાય છે તે ત્યારપછી મની. શેઠે રાજસાગરને આચાર્ય મનાવવાનું નક્કી કર્યું. ખંભાતના નગરશેઠ પેાતાને ઘેર આવ્યા હતા તે તકના લાભ લઇ તેને રેકી રાખ્યા. ખભાતમાં વિજયદેવસૂરિ બિરાજમાન હતા. યુક્તિ-પ્રયુક્તિ કરી ખંભાતના નગરશેઠને ધમકાવી દબાવી વિજયદેવસૂરિ પાસેથી વાસક્ષેપ અને સૂરિમ ંત્ર મંગાયેા અને સ. ૧૬૮૬ ના જેઠ માસમાં રાજસાગરને આચાય પદવી શેઠ શાંતિદાસે અમદાવાદમાં અપાવરાવી. આ રીતે તપગચ્છમાં ત્રીજો વિભાગ પડ્યો અને સાગરની પરંપરા તે વખતથી શરૂ થઇ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570