________________
ગશકર્તાનેન્સમવ્યઃ
૧૪૧ આપણે હવે અઢારમી શતાબ્દિ પર આવી જઈએ. વિજયદેવસૂરિના વખતમાં કિયાઉદ્ધાર–
અઢારમી સદીની શરૂઆતમાં ઉપર જણાવ્યું તેમ તપગચ્છના ત્રણ વિભાગો પડી ગયા હતા. વિજયદેવસૂરિ તપગચ્છની ૬૦ મી પાટે શ્રી વિજયસેનસૂરિના પટ્ટધર થયા. તેમને જન્મ સં. ૧૬૪૩, પંન્યાસ પદ ૧૬૫૫, સૂરિપદ ૧૬પ૬. પિતાની હયાતીમાં તેમણે વિજયસિંહરિને પટ્ટધર તરીકે નીમ્યા હતા. આ વિજયસિંહસૂરિને જન્મ સં. ૧૬૪૪માં (મેડતા), દીક્ષા સં. ૧૬૫૪માં, વાચકષદ સં. ૧૯૭૩ માં અને સૂરિપદ સં. ૧૬૮૨માં થયું. તેમનું સ્વર્ગગમન સં. ૧૭૦૯માં અશાડ શુદિ ૨ ને રેજ અમદાવાદમાં થયું.
વિજયદેવસૂરિનું સ્વર્ગગમન સં. ૧૭૧૩ના અશાડ શુદિ ૧૧ ને રોજ ઉનામાં થયું, એટલે તેમની હયાતીમાં જ તેમના પટ્ટધર વિજયસિંહસૂરિનું સ્વર્ગગમન થયું છતાં વિજયસિંહસૂરિ તપગચ્છની ૬૧મી પાટે ગણાય છે, કારણ કે એમણે ગુરુની હયાતીમાં ગચ્છાધિપતિ તરીકે કામ કર્યું હતું.
મુનિ સત્યવિજયજી વિજયસિંહસૂરિના શિષ્ય થાય. તેઓ મહાત્યાગી વૈરાગી અથવા ક્રિયાશીલ હોઈ એમને પ્રચલિત સાધુ માર્ગમાં શિથિલતા લાગી. એમણે પોતાના ગુરુ પાસે કિયાઉદ્ધાર કરવાની પરવાનગી માગી. એમની ઈછા ત્યાગધર્મને બરાબર બહલાવવાની, સવિશેષ તપ કરવાની અને તપગચ્છમાં કેટલાક સડે અને ખટપટ દાખલ થઈ ગયા હતા તે દૂર કરવાની હતી એમ જણાય છે. વિજયસિંહસૂરિએ એમની ચગ્યતા જાણી એમને ક્રિયાઉદ્ધાર કરવાની પરવાનગી આપી. તેઓ ગુરુની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org