Book Title: Shant Sudharas Part 2
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 559
________________ શ્રીશાંતસુધાન્સ ઃ પરવાનગીથી જુદા પડ્યા, અપ્રમત્તપણે વિહાર કરવા લાગ્યા અને તેમણે તપ ત્યાગના માર્ગ આદર્ષ્યા. ૧૪૨ આ સત્યવિજય પંન્યાસ અત્યંત ક્રિયાશીલ અને સ્વતંત્ર વિચારના, મક્કમ અને ઉદ્યોગી હતા. એમણે સંવિજ્ઞ પક્ષ કાઢ્યો. પ્રચલિત પ્રવાહના સાધુએથી જુદા પડવા સમૃતને બદલે પીળાં વસ્ત્રો કર્યાં અને વિહાર આદિના આકરા નિયમા કર્યો. તેમના જન્મ માળવાના લાડલુ ગામમાં સ. ૧૬૭૪માં થયે હતા. ૧૪ વર્ષની વયે તેમની દ્વીક્ષા માબાપની પરવાનગીથી તેમના ગામમાં થઇ. સ. ૧૭૨૯માં વિજયપ્રભસૂરિએ તેમને પન્યાસ પદ્મ સેાજતમાં આપ્યું અને ૮૨ વર્ષની વયે સ. ૧૭૫૬ માં તેમને સ્વર્ગવાસ પાટણ મુકામે થયેા. તેમણે ક્રિયાઉદ્ધાર વિજયસિંહસૂરિના જીવન સમયમાં કર્યો છે અને તેમની પટ્ટપરપરા વિજયસિ’હુસૂરિથી ગણાય છે છતાં ૧૭૨૯માં તેમને પન્યાસ પદ્મ આપ્યુ છે તે પરથી જણાય છે કે તેમને મૂળપાટ સાથે સંબંધ તે ચાલુ રહ્યા હશે. નાંધવા જેવી વાત એ છે કે તેએ આટલે લાંબે વખત જીવ્યા અને ક્રિયાઉદ્ધાર કરવા જેટલી તેમણે તાકાત બતાવી, છતાં તેઓને આચાર્ય પદ મળ્યું નહિ. અથવા તેઓએ તે લીધું નહિ. આ તેમની ત્યાગ દશા સૂચવે છે. વિજયપ્રભસૂરિ વિજયદેવસૂરિની હયાતીમાં વિજયસિંહઁસુરિનું સ્વગમન સ. ૧૭૦૯માં થતાં પાછી અગવડ ઊભી થઈ. તે વખતે તપગચ્છમાં એ મેાટા ભેદ્યતા પડી ગયેલા જ હતા. વિજયદેવસૂરિ અને વિજયમાન દસૂરિનાં શાસન અલગ અલગ ચાલતા હતા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570