Book Title: Shant Sudharas Part 2
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 568
________________ ચકર્તા ના સમય ઃ ૧૫૩ લાગ્યા વગર રહે તેમ નથી. માનવિજય, રામવિજય, ઉદયરત્ન, લાવણ્યસમય વિગેરે અનેક મહાન ગુર્જર લેખકે થયા છે. તેમની કૃતિઓ અને તે યુગના રાસે વાંચતા આ વાત સવિશેષ પધ્યુ આવે છે. આ યુગમાં ગુજરાતી સાહિત્યનુ પણ ખૂખ ખેડાણ થયું છે. અઢારમી સદીની વિલક્ષણતા એ છે કે એની શરૂઆતમાં ન્યાય, આગમ અને કથાગ્રંથી સંસ્કૃત પ્રાકૃતમાં ખૂબ લખાયા, અનેક ટીકાએ અને મૌલિક ગ્રંથાની રચના થઇ, તેના મધ્યકાળમાં સંસ્કૃત અભ્યાસ ઘટતા ચાલ્યા અને ગુજરાતી રચનાઓ વધતી ચાલી. છેવટે ઘણાખરા ગ્રંથાના માળાવમેધ અથવા ગુજરાતી ભાષાંતરા થવા લાગ્યા. આ રીતે લખાયું ઘણું, છતાં અંદરખાનેથી ઉત્તરોત્તર અભ્યાસ ઘટતા ચાલ્યેા અને તે વાત જેમ આગળ વધતા જઇએ છીએ તેમ અઢારમી સદીની આખર સુધીમાં સ્પષ્ટ રીતે જણાતું જાય છે. આમાંની કેટલીક હકીકત શ્રી આનંદધન પદ્ય રત્નાવલીની ઉપેાધ્ધાતમાં મેં લખી છે તેથી અત્ર પુનરાવર્તનની જરૂર નથી. માત્ર આન ંદધનજીને યુગ હું સત્તરમીની આખરમાં મૂકું છું અને અત્યારે આપણે અઢારમી સદીની શરૂઆતના પૂર્વાર્ધના ખાસ કરીને વિચાર કરી રહ્યા છીએ. આટલી વાત ધ્યાનમાં રહે તે થાડા ફેરફાર સાથે સદર ઉપેાઘાતને અને અહીં કહેલ વાતના મેળ ખાઈ જશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 566 567 568 569 570