Book Title: Shant Sudharas Part 2
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 536
________________ ગ્રંથકર્તાની કૃતિઓઃ ૧૧૯ નથી, છતાં એ પદે અવગાહવા લાયક છે. આ વિલાસને આશય આત્મા સાથે એકાંતમાં વાતચીત કરવા જેવું જ લાગે છે. આત્માથી મનુષ્ય શાંત સમયમાં પોતાના ચેતનજીને ઉદ્દેશીને જે વાતે ધ્વનિરૂપે ઉચ્ચરે એનું નામ “વિલાસ” કહેવાય. ગીએના વિલાસે એવા જ હોય છે. એ યુગના જસવિલાસ કે જ્ઞાનવિલાસ પણ વાંચવા જેવા છે, જીવવા જેવા છે. ગુજરાતી સાહિત્યમાં એને સ્થાન છે. દરેક પદ સરેરાશ પાંચથી દશ ગાથાના છે. આ કૃતિને સંવત નેંધાયેલ નથી, પણ અનુ માન ૧૭૩૦ આસપાસ લખાયલા હેાય એમ જણાય છે. દરેક પદ જુદે જુદે વખતે અંતરધ્વનિ તરીકે લખાયલ હશે એમ કૃતિના વિષયો પરથી જણાય છે. ભગવતી સૂત્રની સઝાય. (યશવ આદિ કૃતિ. વિભાગ ૧, પૃ. ૧૬૩). સંવત ૧૭૩૧માં વિ. ઉપાધ્યાય રાંદેરમાં ચાતુર્માસ રહ્યા ત્યારે સંઘે તેમની પાસે ભગવતી સૂત્રનું શ્રવણ કર્યું. તે વખતે આ એકવીશ ગાથાની સઝાય બનાવી છે. ભગવતી સૂત્રની વિશેષતા કેવી છે, એ વાંચે અને સાંભળે કોણ? એના શ્રવણથી લાભ શું થાય? એ બતાવવા આ સ્વાધ્યાય રચેલ જણાય છે. કૃતિ સામાન્ય છે. સંવત સત્તર એકત્રીશમે રે, રહ્યા રાનેર ચોમાસ, સંઘે સૂત્ર એ સાંભળ્યું કે, આણ મન ઉલ્લાસ. ૧૯ કીર્તિવિજય ઉવઝાયને રે, સેવક કરે સઝાય; એણિપરે ભગવતીસૂત્રને રે, વિનયવિજય ઉવઝાય રે. ૨૦ આ સામાન્ય કૃતિ જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570