Book Title: Shant Sudharas Part 2
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 535
________________ ૧૧૮ શ્રી શાંતસુધારસ ? નામથી જાણીતા છે. યશોવિજયાદિ કૃતિમાં શેઠ વિરચંદ દીપચંદે જસવિલાસ, જ્ઞાનવિલાસ સાથે એને છપાવેલ છે. (વિભાગ ૨ જે પૃષ્ઠ ૧૮૧–૨૦૮) એ પદોમાં કઈ કઈ પ્રસિદ્ધ છે. આ સાડત્રીશે પદો ઉપાધ્યાય વિનયવિજયની કૃતિ છે તેમાં શક નથી, કારણ કે છવીસમા અને અઠ્ઠાવીશમા પદમાં પિતાના ગુરુ કીર્તિવિજ્યનું નામ તેમણે લખ્યું છે. અઠ્ઠાવીશમા પદમાં તે તે બરાબર સ્પષ્ટ રીતે આપ્યું છે – શ્રી કીતિવિજય ઉવઝાયકેરે, લહે એ પુણ્ય પસાય; સાસતા જિન થણીએ એ પરે, વિનયવિજય ઉવઝાય. ૯ આ પદની પદ્ધતિ એકંદરે સારી છે. એના નમૂના તરીકે એક સુપ્રસિદ્ધ પદ (૧૯ મું, પૃ. ૧૯૪) અહીં આપીએ. એને રાગ કાફી છે. કિસકે ચેલે કિસકે પૂત, આતમરામ અકિલા અવધૂત; જિઉં જાનલે, અહો મેરે જ્ઞાનીકા ઘરસુત્ત, જિઉં જાનલે, દિલ માન. ૧ આપ સવારથ મિલિયા અનેક, આયે ઈકેલા જાયેગા એક. જિ૨ મટ્ટી ગિરદકી જૂઠે ગુમાન, આજ કે કાલ ગીરગી નિદાન. જિ. ૩ તીસના પાવડલી બર જેર, બાબુ કાહેકું સાચે ગેર. જિ. ૪ આગિ અંગિઠી નાગી સાથ, નાથ રમેગે ખાલી હાથ. જિ. ૫ આશા ઝેલી પત્તર લેભ, વિષય ભિક્ષા ભરી ના ભ. જિ૬ કરમકી કંથા ડારે દૂર, વિનય વિરાજે સુખ ભરપૂર. જિ. ૭ પદોને સામાન્ય ઝોક આત્માને ઉદ્દેશીને છે. એમાં આનંદઘનજીને યોગ કે ચિદાનંદજીની હૃદયસ્પર્શિતા આવી શક્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570