________________
૧૨૦
શાન્ત સુધારસ: ગુજરાતી પ્રકીર્ણ કૃતિઓ સંવતને નિર્દેશ કર્યા વગરની નીચેની નાની મોટી ગુજરાતી કૃતિઓ ઉપલબ્ધ થઈ છે. વધારે તપાસ કરતાં બીજી કૃતિઓ પણ નીકળી આવવા સંભવ છે. મળી આવેલી કૃતિઓનું સંક્ષિપ્ત વિવેચન અને નામનિર્દેશ માત્ર નીચે કરેલ છે.
(૧) આંબેલની સક્ઝાય (શેઠ વીરચંદ દીપચંદ શેવિજયાદિકૃતિ સંગ્રહ પ્રથમ વિભાગ. પૃ. ૧૨૮). ૧૧ ગાથાની સઝાય. આંબેલ તપમાં શું ખપે? અને આંબલ તપને મહિમા શું છે ? તે બતાવનાર સામાન્ય કૃતિ. સંવત આપેલ નથી. છેવટ લખે છે – આંબીલ તપ ઉત્કૃષ્ટ કહ્યો, વિઘન વિડારણ કારણ લલ્લો વાચક કીર્તિવિજય સુપસાય, ભાખે વિનયવિજય ઉવઝાય. ૧૧
(૨) શ્રી આદિ જિન વિનતિ. (યશે. કૃતિ. પૃ. ૯૩, વિભાગ ૨ જે) ગાથા ૫૭. આદીશ્વર ભગવાનની સામે ઊભા રહી શ્રી સિદ્ધાચળ ઉપર બેસવા લાયક આ પ્રસિદ્ધ કૃતિ છે. એમાં ભગવાનને વિનવ્યા છે, ફેસલાવ્યા છે, મનાવ્યા છે, રાજી કર્યા છે, ઓળંગ્યા છે, આખરે એનું શરણું લીધું છે અને ભવે ભવે એની સેવા યાચી છે.
પામી સુગુરુ પસાય રે, શત્રુંજય ધણું;
શ્રી રિસફેસર વિનવું એ. ૧ જે મુજ સરિખે દીન રે, તેહને તારતાં;
જગ વિસ્તરશે જસ ઘણો એ. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org