Book Title: Shant Sudharas Part 2
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 540
________________ ગ્રંથકર્તાની સ્મૃતિઓઃ ૧૨૩ અને આ માસની આંબીલની ઓળીમાં શુદિ પૂર્ણિમા પહેલાંના આઠ દિવસ સાથે મળી કુલ નવ દિવસ સુધી આ રાસ સારી રીતે ગવાય સંભળાય છે અને એ રાસની આખી કૃતિ ખૂબ હેકપ્રિય બનેલી છે. લેખક મહાત્માની આ અધૂરી રહેલી છેલ્લી ગુજરાતી કળાકૃતિ છે. એ રાસમાં નૂતનતા એ છે કે એ રાસ બે કર્તાએ તૈયાર કર્યો છે. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ સં. ૧૭૩૮ ના ચાતુર્માસમાં રાંદેર ગામમાં એ રાસને રચવાની તૈયારી કરી, તેમણે પહેલે ખંડ ૧૧ ઢાળને બનાવ્યું અને તેમાં કુલ ગાથા ૨૮૨ ની રચના કરી, બીજો ખંડ ૮ ઢાળને બનાવ્યા અને તેમાં કુલ ગાથા ૨૭૬ ની રચના કરી, ત્રીજા ખંડની પાંચમી ઢાળીની રચના ચાલતી હતી તેની ૨૦ મી ગાથા બનાવતાં તેના કર્તા શ્રી વિનયવિજય ઉપાધ્યાયના દેહનું અવસાન થયું. એ જ ઢાળની બાકીની ૧૧ ગાથા શ્રી યશોવિજય ઉપાધ્યાયે પૂરી કરી. એ ઢાળની પછવાડે છેલ્લી ગાથામાં “વિનય અને “સુજશ” એ બને નામનો ઉલ્લેખ થયે છે. એ ત્રીજા ખંડની પાંચમી ઢાળની ૨૦ ગાથા સુધીને સરવાળો કરતાં એ ખંડની ગાથા ૧૯૦ થાય છે અને શરૂઆતથી ત્યાંસુધીની કૃતિ ગણતાં કુલ ગાથા ૭૪૮ થાય છે. એની પ્રશસ્તિમાં છેવટે યશવિજય ઉપાધ્યાય જણાવે છે કે “સાધ સપ્તશત ગાથા વિરચી, પહેતા તે સુરલેકે જી” એટલે મહુએ ૫૦ ગાથા રચી. આ વાતને લગભગ મેળ મળી રહે છે. શ્રીમદ્યશવિજય ઉપાધ્યાયે ત્રાજા ખંડની બાકીની ૧૧૮ ગાથા રચી એટલે ત્રીજા ખંડની કુલ ૩૦૮ ગાથા થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570