________________
ગ્રંથકર્તાની કૃતિઓઃ
૧૧૯
નથી, છતાં એ પદે અવગાહવા લાયક છે. આ વિલાસને આશય આત્મા સાથે એકાંતમાં વાતચીત કરવા જેવું જ લાગે છે. આત્માથી મનુષ્ય શાંત સમયમાં પોતાના ચેતનજીને ઉદ્દેશીને જે વાતે ધ્વનિરૂપે ઉચ્ચરે એનું નામ “વિલાસ” કહેવાય. ગીએના વિલાસે એવા જ હોય છે. એ યુગના જસવિલાસ કે જ્ઞાનવિલાસ પણ વાંચવા જેવા છે, જીવવા જેવા છે. ગુજરાતી સાહિત્યમાં એને સ્થાન છે. દરેક પદ સરેરાશ પાંચથી દશ ગાથાના છે. આ કૃતિને સંવત નેંધાયેલ નથી, પણ અનુ માન ૧૭૩૦ આસપાસ લખાયલા હેાય એમ જણાય છે. દરેક પદ જુદે જુદે વખતે અંતરધ્વનિ તરીકે લખાયલ હશે એમ કૃતિના વિષયો પરથી જણાય છે.
ભગવતી સૂત્રની સઝાય. (યશવ આદિ કૃતિ. વિભાગ ૧, પૃ. ૧૬૩).
સંવત ૧૭૩૧માં વિ. ઉપાધ્યાય રાંદેરમાં ચાતુર્માસ રહ્યા ત્યારે સંઘે તેમની પાસે ભગવતી સૂત્રનું શ્રવણ કર્યું. તે વખતે આ એકવીશ ગાથાની સઝાય બનાવી છે. ભગવતી સૂત્રની વિશેષતા કેવી છે, એ વાંચે અને સાંભળે કોણ? એના શ્રવણથી લાભ શું થાય? એ બતાવવા આ સ્વાધ્યાય રચેલ જણાય છે. કૃતિ સામાન્ય છે.
સંવત સત્તર એકત્રીશમે રે, રહ્યા રાનેર ચોમાસ, સંઘે સૂત્ર એ સાંભળ્યું કે, આણ મન ઉલ્લાસ. ૧૯
કીર્તિવિજય ઉવઝાયને રે, સેવક કરે સઝાય; એણિપરે ભગવતીસૂત્રને રે, વિનયવિજય ઉવઝાય રે. ૨૦ આ સામાન્ય કૃતિ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org