________________
૧૦૬
- શ્રી શાંતસુધારસદ જિનસહસ્ત્રનામ સ્તોત્ર
છપાયેલ છે. લભ્ય છે. (ઉદેપુર ભંડારમાં લખેલી પ્રત છે)
આ સ્તોત્ર સંવત ૧૯૮૧ માં શ્રી વિજયદાનસૂરિએ વીર સમાજ–અમદાવાદ મારફત છપાવેલ છે. કિંમત એક આને રાખેલ છે. ૧૪૯ ઉપજાતિ વૃત્તના સંસ્કૃત લેકે છે. એ સ્તોત્ર સં. ૧૭૩૧ માં લેખકશ્રીએ ગંધારમાં ચાતુર્માસ રહેલા ત્યારે બનાવેલ છે. બુકના પૃષ્ઠ ૩૮ છે.
એના નામને અર્થ એ કરવાને છે કે-“જે સ્તોત્રમાં એક હજાર વાર જિનેશ્વરને નમસ્કાર કરેલ છે એવું સ્તોત્ર” આ સ્તોત્રના દરેક કાવ્યમાં ૭ વાર નમસ્ત આવે છે. એવા ૧૪૩ કાવ્ય હોવાથી તેને સાતે ગુણતાં ૧૦૦૧ નમસ્કાર થાય છે. ૧૪ થી ૪૭ સુધીના ચાર કે પૈકી એક માગધી ગાથા ફવિ નમુનો (સિદ્ધાણં બુદ્ધાણંની) છે. એ ચારેનો ભાવાર્થ એ છે કે એક નમસ્કાર પણ સંસારસમુદ્રથી પ્રાણીને તારે છે તે પછી એક હજાર નમસ્કારથી કેટલો લાભ થાય ? એથી તે અનેક જન્માંતરમાં કરેલા પાપ નાશ પામે. ઈત્યાદિ.
છેલ્લાં બે કાવ્ય પ્રશસ્તિને લગતા છે. કાવ્ય દરરોજ પાઠ કરવા લાયક છે. કૃતિ વિદ્વત્તાભરેલી છે. ગુજરાતી માટી નાની કૃતિઓ- વિનયવિજય ઉપાધ્યાયે સંસ્કૃત ભાષામાં ઉપર જણાવેલા ગ્રંથે લખેલા મને લબ્ધ થયા છે. તે ઉપરાંત તેઓશ્રીને ગુજરાતી ભાષા પર પણ સારે કાબુ હતું. તેમને લખેલ શ્રાપાળરાજાને રાસ અધુરો રહી ગયો અને તે શ્રી યશોવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org