________________
૬
શ્રી-શાંત-સુબ્યાસ ઃ
પરા સાથે બીજા ઐતિહાસિક પ્રસંગે જોતાં મનમાં ખેદ થાય તેવી પરિસ્થિતિએ એ તકરાર પહોંચી ગયેલી જણાય છે. એટલા ઉપરથી એમ લાગે છે કે તે વખતના જ્ઞાનયુગમાં જૈનસમાજમાં જે મહાન કાલાહલ ચાલ્યેા હતા તેથી આપણા લેખક મહાત્મા તદ્દન અલિપ્ત રહી શકયા નહિ હૈાય.
લેખક તરીકે કલ્પસુખાધિકા વાંચતાં તેઓના સંસ્કૃત ભાષા પરના કામૂ ઘણા સુંદર દેખાય છે. લેાકપ્રકાશ વાંચતાં તેનું આગમજ્ઞાન ઘણું વિસ્તૃત દેખાય છે. તેઓએ અનેક ગ્રંથાની શાહુદતા જે સહેલાઈથી ટાંકી છે તે જોતાં તેમની યાદશક્તિ અસાધારણ હાવી જોઇએ એમ જણાય છે. વ્યાકરણ ગ્રંથ લખીને તેઓએ આખી વ્યાકરણના અભ્યાસની પદ્ધતિમાં ઘણી સહેલાઈ કરી આપી છે અને તે રીતે તેઓએ માલિકતા બતાવી છે. શાંતસુધારસ, વિનયવિલાસ અને આરાધનાનુ સ્તવન બનાવીને તેઓની આત્મરસિકતા કેવી હતી એ બતાવ્યુ છે. શાંતસુધારસ ગ્રંથમાં વિદ્વત્તા બતાવવાના જરા પણ પ્રયાસ નથી. એ ગ્રંથ આત્માને ઉદ્દેશીને ભાવનામય બનાવવા માટે રચાયેલ છે એમ એ વાંચતાં લાગ્યા વગર રહે તેમ નથી. એટલા ઉપરથી પેાતાનુ સાધ્ય તેઓ સન્મુખ રાખી શકતા હતા એમ જણાય છે. વૃદ્ધ વચ્ચે શ્રીપાળનેા રાસ લખવા બેસી જાય અને તેમાં શૃંગારના, વીર રસના, અદ્ભુત રસના અનેક પ્રસંગેા ચિતરી શકે એ તેમનું વૈવિધ્ય બતાવે છે. શ્રીપાળના રાસ એ તેમની અધરી રહેલી છેલ્લી કળાકૃતિ છે. એવા સરસમય રાસ બનાવવાનુ કામ જે હાથ ધરે તે અસાધારણ બુદ્ધિવૈભવવાન હેાવા સાથે માનસવિદ્યાના પ્રખર અભ્યાસી હાવા જ જોઈએ એમ લાગ્યા વગર રહે તેમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org