________________
ગ્રંથપરિચય:
૩૫ ચેગી થયા છે અને શ્રીમદ્યશવિજય ઉપાધ્યાય જેવા સિદ્ધ લેખકો થયા છે અને એકલા તપગચ્છમાં જ બાવન જેટલા મહાન લેખકો-કવિઓ અને ચર્ચા કરનારાઓ થયા છે. એ બતાવે છે કે જે સમયે જેવી જરૂરિયાત હોય તે વખતે તેને ચોગ્ય લેખકો નીકળી જ આવે છે. એ યુગમાં આવા વિશિષ્ટ લેખક થઈ ગયા તેનાં કારણે તપાસવાની જરૂર પ્રાપ્ત થાય છે. ઈતિહાસવિદો આ પ્રશ્નને જરૂર ચચશે એમ આપણે ઈચ્છીએ. આ ઉપોદઘાતની આખરે આપણે પણ એ રસાત્મક ઈતિહાસ વિભાગમાં સહજ ચંચુપ્રવેશ કરશું.
આ ગ્રંથની રચના થઈ ત્યારે તપગચ્છ પર શ્રી વિજય• પ્રભસૂરિની આજ્ઞા પ્રવર્તતી હતી એટલે કે તેઓ ગચ્છાધિપતિ
હતા એમ લેખકના પિતાના શબ્દોથી જણાય છે. (બીજો વિભાગ પૃ. ૩૭૪.) તેમના ગુરુ કીર્તિવિજય ઉપાધ્યાય હતા એટલે “વિજયપ્રભસૂરિને પ્રભાવ આ ગ્રંથરચનાનું કારણ હતો એમ ત્યાં જણાવ્યું છે તે ગ્રંથકર્તાની નમ્રતા સૂચવે છે.
હકીકત એમ જણાય છે કે વિજયદેવસૂરિએ પિતાની પાટે પિતાની હયાતીમાં વિજયસિંહસૂરિની સ્થાપના કરી, પણ એ વિજયસિંહસૂરિ તે વિજયદેવસૂરિની હયાતીમાં જ કાળ કરી ગયા, તેથી વિજયદેવસૂરિએ વિજયપ્રભસૂરિને ૧૭૧૧ માં આચાર્યપદવી આપી અને પોતે ૧૭૧૩ માં કાળ કરી ગયા. એટલે આ ગ્રંથની કૃતિ સં. ૧૭૨૩ માં થઈ ત્યારે આચાર્યપદે વિજયપ્રભસૂરિ હતા. આ વખત પહેલાં પંન્યાસ સત્યવિજય ક્રિયાઉદ્ધાર કરી છૂટા પડી ગયા હતા. એટલે જે પક્ષને ક્રિયાઉદ્ધાર માન્ય હતુંતેમણે વિજયપ્રભસૂરિની આજ્ઞા સ્વીકારી
Jain Education International
For Private & Personal Use Only
www.ainelibrary.org