________________
શ્રી શાંન્તસુધારાસઃ જણાય છે. એ પૈકી ચરિત્રનાયક કઈ જ્ઞાતિના હતા તે જાણુવાનું કાંઈ સાધન મળતું નથી. ગુરુ
સદર ટાંચણ ઉપરથી જણાય છે કે શ્રી વિનયવિજય ઉપાધ્યાયના ગુરુ શ્રી કીર્તિવિજય વાચક (ઉપાધ્યાય) હતા. લગભગ દરેક ઠેકાણે પિતાનું નામ લખતી વખતે લેખકશ્રીએ પિતાના ગુરુનું નામ “કીતિ” એટલું તો જરૂર લખ્યું છે જે આપણે હવે પછી શું; તેથી તેમના ગુરુ શ્રી કીર્તિવિજય ઉપાધ્યાય હતા એમ ચેકકસ થાય છે. એ કીર્તિવિજય ઉપાધ્યાયને મૂળ પાટ સાથે સંબંધ કેવા પ્રકારનો હતો તેનું આપણે જરા સંશોધન કરીએ. સદર લેકપ્રકાશ ગ્રંથની આખરે એ ગ્રંથના લેખક શ્રી વિનયવિજયે પિતાનું વંશવૃક્ષ આપ્યું છે તે ઐતિહાસિક નજરે ખાસ ઉપયોગી હોઈ તેનું અવતરણ અત્ર રજૂ કરીએ –
શ્રી વર્ધમાનસ્વામી(મહાવીર સ્વામીની પાટે શ્રી ઇંદ્રભૂતિ ગણધરના નાના ભાઈ શ્રી સુધર્માસ્વામી (૧) ગણધર થયા. તેની પાટના દીપકરૂપ શ્રી જબૂસ્વામી (૨) થયા. તેની માટે સંસારસમુદ્રમાં નેકા સમાન શ્રી પ્રભવસ્વામી (૩) થયા. તેમના ચરણકમળને વિકસ્વર કરવામાં સૂર્યસમાન શ્રી શય્યભવસૂરિ (૪) થયા. તે મનકના પિતા હતા. તેમની પાટે ઐરાવતેંદ્ર જેવા અને લેકમાં પ્રસિદ્ધ યશવાળા શ્રી યશોભદ્રસૂરિ (૫) થયા. તેની પાટરૂપ ભારને વહન કરવામાં વૃષભ સમાન અને ગણધરનાં શ્રેષ્ઠ એવા શ્રી સંભૂતિવિજયસૂરિ અને શ્રી ભદ્રબાહુસૂરિ (૬) લક્ષમીને ધારણ કરનારા થયા. તે બન્નેની પાટે શ્રી સ્કૂલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org