________________
૩૮
શ્રીશાંતસુધારસ: સાધનોથી જેટલી હકીક્ત મળી શકે તેટલી એકઠી કરી તેમાંથી ઐતિહાસિક ખ્યાલ આપવા પ્રયત્ન કરવો એટલું જ કર્તવ્ય શક્ય છે. આ ગ્રંથકર્તા અને તેમના સમયને માટે આપણે મળતાં સાધનોનો સમુચ્ચય સંગ્રહ કરીએ. માતાપિતા અને જ્ઞાતિ–
શ્રી વિનયવિજય ઉપાધ્યાયના જન્મના સંબંધમાં ઘણી ઓછી હકીકત પ્રાપ્ત થાય છે. તેઓને જન્મ કઈ સાલમાં થયે? કયા શહેરમાં થયે? તેઓની કઈ ઉમરે દીક્ષા થઈ ? વિગેરે કાંઈ હકીકત પ્રાપ્ત થતી નથી. તેઓએ શ્રી લકપ્રકાશ નામને ગ્રંથ લખે છે જે જૈન તત્વજ્ઞાન અને ભૂગોળના જ્ઞાનને અંગે લગભગ મહાકેશ જેવો ગ્રંથ છે એના પર વિશેષ વિસ્તાર ગ્રંથકર્તાની કૃતિ-વિભાગ વિચારણામાં આગળ કરવામાં આવશે. એ ગ્રંથના ૩૬ પ્રકાશ (પ્રકરણ) પાડવામાં આવ્યા છે. પ્રત્યેક પ્રકાશને અંતે ગ્રંથકર્તાએ પિતે એક લેક મૂક્યું છે તેની મતલબ નીચે પ્રમાણે છે –
જગતને આશ્ચર્ય ઉત્પન્ન કરનારી જેઓશ્રીની કીર્તિ છે એવા શ્રી કીતિવિજય ઉપાધ્યાયના શિષ્ય અને રાજશ્રી તથા તેજપાળના પુત્ર શ્રી વિનયવિજય ઉપાધ્યાયે આ કાવ્યરૂપ ગ્રંથ રચે છે. નિશ્ચિત જગતના તને દેખાડવામાં દીપક સરખા આ ગ્રંથમાં પ્રકટ થતાં અર્થોના સમૂહથી મનહર આ અગિયારમે સર્ગ સુખેથી સમાપ્ત થયે.”
૧, વાનકીરૂપે ૧૧મા સર્ગની છેડેને લૅક આપીએ. ઉપર તેનું અવતરણ આપ્યું છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org