________________
ગ્રંથપરિચવ્યઃ અંતિમ ધ્યેય શું છે? એ વાતની ચોખવટ ન હોય તે નકામાં ફાંફા માર્યા કરીએ અને જેમ સુકાન વગરનું વહાણ દરિયામાં અથડાયા–પછડાયા કરે તે પ્રમાણે અહીંથી તહીં અને તહીંથી અહીં એમ આંટા માર્યા કરીએ. આ સ્થિતિને છેડે લાવવાનું કાર્ય ભાવનાઓ કરે છે, એને બરાબર હૃદય પર લીધી હોય તો તે આપણે આખો સંસારપંથ હેતુને અનુલક્ષીને સફળ બનાવે છે અને એક વાર સાધ્ય સમજાય, એ પ્રાપ્ત કરવાની બુદ્ધિ થાય અને એ પ્રાપ્ત કરવા તરફ નિર્ણય થાય એટલે પછી સંસારમાં રહેવું પડે તો પણ આપણે પ્રત્યેક કાર્યમાં સરખાઈ, હેતુમત્તા અને નિયમસારીતા આવી જાય છે. જીવન એક વાર પદ્ધતિસરનું અને સાધ્યસમુખ થઈ ગયું તો પછી એના ઢંગધડા વગરનાં તોફાનો, કાર્યો કે કાર્યવિહીનતાને છેડે આવી જાય છે. આ નજરે ભાવનાને આપણું જીવનમાં અનુપમ સ્થાન છે. પોતાનું શું છે એ સમજવું, એમાં નિત્યાનિત્યત્વનું ભાન આવવું, સ્વાના સ્વીકારનો નિર્ણય કરે, પરને પર તરીકે જાણવા–એટલે આખા જીવનના પ્રશ્નોનો નિર્ણય આ ભાવનામાં આવી જાય છે. “સ્વપરને નિર્ણય કરવો અને પરિણતિની નિર્મળતા કરવી” એટલા વાક્યમાં જેના દર્શનના આખા નીતિવિભાગનો સમાવેશ થઈ જાય છે, એ વાત તો વિવિધ આકારમાં અત્ર તેમજ અન્યત્ર અનેક વાર કરી છે. વાત અતિ મહત્વની છે અને અનેક વાર પુનરાવર્તન કરીને પણ મન પર ઠસાવવા એગ્ય છે.
સાંસારિક સર્વ પ્રવૃત્તિઓ હતું કે અર્થવગરની છે, અનિત્ય છે, અ૫ કાળ ચાલનારી છે એમ તો પ્રત્યેક વિચારકને ઘણું વાર લાગ્યા વગર રહેતું નથી. અનેક દોડાદેડી, ધમાલ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org