________________
૩૭૦
શ્રી શાંતસુધાર
શાથી પાપ કર્યું? ” એ પ્રકારને પશ્ચાત્તાપ થાય છે. એ પ્રકારને પશ્ચાત્તાપ કરવાનો વખત આ બે ભાવનાથી આવતા નથી, કારણ કે જે સાધકની લેક વિષે પુણ્યાત્મા તરીકે પ્રસિદ્ધિ થાય છે તે માણસની સ્વભાવથી જ પુણ્ય વિષે પ્રીતિ થવાની, તેથી અનેક વિદને વચ્ચે પણ અડગ રહી તે ભૂલ્યા વિના પુણ્ય કરવાને તથા પાપી વિષે થતી ઉપેક્ષા બુદ્ધિથી સ્વાભાવિક રીતે જ પાપથી દૂર રહીને ચાલવાને. પાપી વિષે રોગના સાધકે દ્વેષ ન કરવો પણ માત્ર ઉદાસીન વૃત્તિ ચાલુ રાખવી, એ પણ આ ભાવનાને વનિ છે.” (પૃ. ૧૧૨)
આ ટાંચણમાં એક નવું દૃષ્ટિબિન્દુ છે. ઉદાસીનભાવ કેળવનાર સ્વભાવતઃ પાપમાગે જઈ શકતો નથી અને આ લાભ પણ ઘણું મટે છે. મનમાં ગમે તે હેતુ ધારીને ઉદાસીનવૃત્તિ કેળવવાની જરૂર છે.
આ ચારે ગભાવનાને અંગે માનસશાસ્ત્રને ખૂબ અભ્યાસ કરવાની જરૂર રહે છે. મનનું કાર્ય કેવી રીતે થાય છે? વૃત્તિ કેમ ઉદ્ભવે છે? એની વાસના કેવી રીતે રહે છે? અને એને કબજામાં લાવવા કેવા પ્રયત્ન કરવા પડે છે? એ સર્વને હિસાબ આ ચારે ભાવનામાં સારી રીતે થાય છે.
ચારે ભાવનાથી આત્માની ભૂમિકા ખૂબ ઊંચી થાય છે. એ ભાવના ભાવતાં ચિત્તમળ દૂર થાય છે અને વ્યવહારની ચાલુ શ્રેણીથી ઊંચે ઉડ્ડયન કરવાનું આંતરસામર્થ્ય પ્રાપ્ત થાય છે. જ્યાં પ્રાણીને પોતાના સ્થાનનો ખ્યાલ થવા માંડે, અનંત વિશ્વમાં પોતાની લઘુતા જણાય, જ્યાં વિચારણાનું ક્ષેત્ર વિસ્તારવાળું બનતું જાય ત્યાં પછી એ નજીવી બાબતોમાં પડતા નથી અને ઉચગ્રાહી આત્મા ઉચ્ચ આદર્શ તરફ પ્રયાણ કરતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org