________________
માધ્યભાષ્યના
૩૭૭
પ્રકારની કલેશ વૃત્તિ વગરનું ચિત્ત હોય તે સુગંધી ચિત્ત કહેવાય છે. એ પોતે સુગંધમય હોય છે અને વાતાવરણમાં સુગંધને ફેલાવે છે. જેના ચિત્તમાં એક ભાવના જામે તે પણ કૃતકૃત્ય થઈ જાય તો પછી અનિત્યાદિ વિવિધ ભાવનાઓથી ભરેલા પ્રાણીનું ચિત્ત કેટલી સુવાસથી ભરપૂર હોય તેને વર્ણવવાની ભાગ્યે જ જરૂર હોય.
(ખ) એવા પ્રાણીઓને વિનય ગુણનો સારી રીતે પરિચય થયેલ હોય છે. વિનય ગુણ વગર ભાવનાજ્ઞાન પ્રાપ્ત થતું નથી. વિનય એટલે આજ્ઞાંકિત શિષ્ય. ગપ્રગતિ કે ભાવનાપ્રગતિમાં ગુરુપરતંત્ર્ય અને ગુરુમાર્ગદશનની ખાસ અગત્ય છે. ભાવનાશીલ પુરુષ મહાત્મા ગીઓના ચરણની ઉપાસના કરી, વિનયગુણવડે તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરી આત્મપ્રગતિ સાધે છે.
(ગ) એવા પ્રાણીનું આત્મતત્વ ખૂબ વિકાસ પામેલું હોય છે. એને માટે ચાર એગ્ય વિશેષણે વાપર્યા છે તે પ્રત્યેક વિચારવા ચગ્ય છે. આત્મતત્ત્વ એટલે ચેતનરામ, આત્મા. જેને માટે આ સર્વ તૈયારી છે તે અંદર બેઠેલા ચેતનજી એ ચાર વિશેષણથી વિશિષ્ટ હોય છે.
એ આત્મતત્વ “સંશયાતીત હોય છે. સંસારમાં વિકલ્પને પાર હેત નથી અને સંશય હોય ત્યાંસુધી સિદ્ધિ થતી નથી. સરાકામા વિરતિ એ શંકા કે આકાંક્ષાથી રહિત શુદ્ધ નિશ્ચયવાળા હોય છે. એ મેરુ પરે નિ:કંપ હોય છે અને
પણ નિર્ણયવાળા હોય છે. - એ આત્મતત્વ “ગીતા” હોય છે. એટલે પ્રશંસા પામેલ હોય છે. કેવા પ્રકારના આત્મતત્ત્વની પ્રશંસા સમુત્કીર્તન થાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org