________________
૮૨
શ્રી શાંતસુધારસ
હાથ કેડે લગાવ્યા છે. એ લેકપુરુષનું વર્ણન આ ઘ અને ૩ શ્લોકમાં કર્યું છે.
વૈશાખ સ્થાનસ્થાયી બન્ને પગે તે પુરુષના બતાવ્યા છે તેને ભાવ બને પગ પહોળા કરીને ઊભા રહેવાનું છે. એને વૈશાખ માસ કે વિશાખા નક્ષત્ર સાથે સંબંધ નથી. પગ પહોળા કરીને વલેણું કરનાર સ્ત્રીનું એ સંસ્થાન છે એમ કોષમાં કહેલ છે.
આવી રીતે પહોળા પગને સ્થાનકે નારકે છે. સાતમી નારકીનું થાળુ અતિ વિસ્તીર્ણ છે. તે સાત રજજુ જગ્યા રોકે છે. એક રજજુપ્રમાણ લંબાઈ પહેળાઈના ટુકડા કલ્પીએ તે અલકના ૧૬ ટુકડા થાય. એ સરાવળાને ઊંધું મૂકયું હોય તે આકારે છે.
કેડના ભાગમાં પહોળાઈ ઓછી છે. માત્ર એક રજજુ છે. ત્યાં તિર્યલોક આવે છે. ઊર્ધલોકનું વર્ણન જોકમાં કર્યું છે. તેમાં કાણું આગળ પાંચમું દેવલોક છે. ગળા આગળ રૈવેયક દે છે અને મુખ ઉપર પાંચ અનુત્તર વિમાનો છે. સર્વેની ઉપર સિદ્ધજીવે છે. આ ઉદ્ઘલેકના ટુકડા રજજાના માપે કરીએ તો ૧૪૭ થાય. - તિર્યલોકનો સમાવેશ એમાં થઈ જાય છે. કુલ રજજુ ૩૪૩ થાય. એ ૭ નું ઘન છે, એટલે સાતને સાતે ગુણતાં ૪૯ થાય, તેને સાતે ગુણતાં ૩૪૩ રજજુ થાય. એટલે આખા લેકપ્રદેશને સંમિલિત કર્યો હોય તો ૭ ઘનરજુ થાય.
આવો લેક અથવા કપિત લેકપુરુષ અનાદિ કાળથી ઊભે છે. એ અનાદિ અનંત છે. એને કઈ કર્તા નથી. એ શ્રાન્ત-થાકેલ મુદ્રાવાળો છે છતાં જરા પણ ખેદ પામેલ નથી. મતલબ એ કે, એ ત્રણે કાળ ઊભો છે. એ કદી બેસી જવાનો કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org