________________
૧૭૬
શ્રીષ્ણાંતસુધારમ્સ વ્યાધિ છે, દ્વેષ કડઆકર વ્યાધિ છે. એ બને એહ રાજાના ઘરના છે, મોહરાયના સેનાપતિઓ છે અને આ સંસાર એમણે ઊંધા પાટા બંધાવીને પ્રાણીઓ પાસે મંડા છે. અન્ય કોઈ પ્રાણુ યા વસ્તુવિષયક અભિલાષ અથવા આકર્ષણ એ રાગ છે અને મનને ન પસંદ આવે તેવી વસ્તુ કે પ્રાણ તરફ અરુચિ તે દ્વેષ છે. એ ઉપરાંત આદિ શબ્દથી મેહના બીજા અનેક આવિર્ભાવ છે : જેવા કે હાસ્ય, ભય, શેક, રતિ વિગેરે. આ સર્વ વ્યાધિઓને સમાવેશ “મેહ” શબ્દમાં થઈ જાય છે. એણે કરેલા વ્યાધિઓથી આ સંસાર મંડાય છે અને એની સેવામાં જન્મારે જાય છે. એ ઉપરાંત બીજી વાત એ છે કે એ વ્યાધિઓ મન, વચન અને કાયાને મહાભયંકર દ્રોહ કરનારા છે, એ ત્રણેને દ્રોહ કરનારા છે, એના ખરા દુમને છે. મનને વલણ આપનાર રાગ-દ્વેષ છે. એને લઈને નિણ અનિષ્ટ અને એક્તરી આવે છે. એમાં આત્મહિતનું શુદ્ધ સાધ્ય લક્ષ્યમાં રહેતું નથી અને ન્યાયબુદ્ધિ કુંઠિત થઈ જાય છે. મનના વિચાર અને તેની દોરવણું પ્રમાણે વચન અને કાયાની પ્રવૃત્તિ થાય છે. રાગદ્વેષજન્ય વ્યાધિઓ આ પ્રમાણે મન–વચન-કાયાને દ્રોહ કરનાર થાય છે. રાગદ્વેષ દૂર ન થાય કે ઓછા ન થાય ત્યાંસુધી સાચી પ્રવૃત્તિ–આત્મહિત સન્મુખતા–થવી અશકય નહિ તે અતિ મુશ્કેલ તો છે જ. આવી પરિસ્થિતિ હાઈને મિત્રભાવિત ઉન્નત દશાએ ચઢતે અથવા ચઢવાની ઈચ્છાવાળે પ્રાણુ ઉપર્યુક્ત પ્રકારના વ્યાધિઓ શમી જાઓ એમ અંતરથી ઈચ્છે છે. | સર્વ પ્રાણીઓના રાગદ્વેષના આવિર્ભાવ દૂર થઈ જાઓ એવી ભાવના મિત્રીવાસિત ચેતન કરે છે. એ રાગદ્વેષને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org