________________
માધ્યચ્યભાવના
૩૫૫
રવાની છે, કારણ કે અન્યની ભવિતવ્યતા શી છે તેનું તને જ્ઞાન નથી, પુરુષાર્થને પૂરતો અવકાશ છે, માટે એને માર્ગ પર લઈ આવવા, તેનામાં પ્રગતિ કરાવવા જરૂર પ્રયત્ન કરજે અને પછી મધ્યસ્થ ભાવ ભજજે.
૬. ઉદાસીન ભાવનામાં ખાસ કરીને કોધ કષાયનો ત્યાગ કરવાનો છે અથવા તે મનોવિકાર ઉપર જેટલું બને તેટલે કાબૂ મેળવવાનો છે. કોધ, કેપ, અમર્ષ, ગુસ્સો અથવા એને લગતી અંદરની વૃત્તિ થવા ન દેવી અથવા થાય તો તે પર કાબૂ મેળવો એ આખી ભાવનાનું ફળ છે. એ ફળ પ્રાપ્ત કરવાના જુદા જુદા માર્ગો બતાવે છે.
(ક) તું હૃદયંગમ–મનહર સમતા સાથે ક્રીડા કર. સમતા જાણે તારી પ્રેમેશ્વરી હોય એમ તું એની સાથે રમ. એની સોબતમાં આનંદ માણ. એના વિશે દુઃખી થા. એનો અને તારો એક ભાવદાંપત્ય કર. સર્વ સંયોગમાં મનને તુલ્ય પરિણામવાળું રાખવું એ સમતા છે. એ સમતા હોય તે ક્રોધને વિકાર સ્થાન પામી શક્તો નથી. આમ એ સ્વભાવાલંબન છે અને જ્ઞાનને પરિપાક છે એમ શમાષ્ટકમાં શ્રી યશોવિજયજી કહે છે. એ હોય તે વિકારને નાશ થઈ જાય છે.
(ખ) તું માયાનાં જાળાંઓને ખલાસ કર. મનમાં કાંઈ હોય અને બહાર કાંઈ બોલવું, વર્તન, વચન અને વિચારણામાં વિરોધ રાખવો અને અનેક પ્રકારના ગોટા વાળવા એ વૃત્તિને તું ત્યાગ કર. જે પ્રાણીને ઉદાસીન ભાવ કેળવવો હોય તેને દેખાવ-દંભ પાલવે નહિ. એ તો આગળ અને પાછળ, ભૂતકાળમાં કે ભવિષ્યમાં, રાય કે રંક સાથેના વર્તનમાં એકરૂપ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org