________________
૨૩૨
શ્રી શાંતસુધારાસ
જરૂર સરળ થાય. આ જીવનનું મુખ્ય ફળ જીભ, કાન અને આંખોના સદુપગમાં છે. એ અતિ ગૌરવશાળી હકીક્ત એના વાસ્તવિક આકારમાં સમજવા યોગ્ય છે.
સંસારને અત્ર અસાર કહેવાનું કારણ એ છે કે એમાં વિષયરસની કદી તૃપ્તિ થતી નથી. આપણે ગમે તેટલાં ગાન સાંભળીએ, દ જોઈએ કે ભાષણે, વિવેચને ને ચર્ચાઓ કરીએ પણ એનાથી કદી ધરાતા નથી. નિંદા, વિકથા, મશ્કરી, ગપ્પાં કે અર્થ વગરની ખ્યાલાતો કરવામાં, સાંભળવામાં અને કેઈની મોટાઈ જોઈ તેને ઉતારી પાડવામાં અથવા સાધ્ય કે શિક્ષાના આદર્શ વગરના દશ્ય જોવામાં આંખને ઉપગ કરીએ છીએ. પ્રમોદ ભાવના જેની રગેરગમાં જામી ગઈ હોય તેનાં જીવનવૃત્ત અનેરાં જ બની જાય છે. એ માગે જીભ, કાન અને આંખોને ઉપયોગ કરવાને આમાં ગર્ભિત ઉપદેશ છે.
છે. ૭. અન્યના ગુણ જોઈ-જાણી જે પ્રસન્નતા અનુભવે છે તેનું આખું જીવન જ જુદા પ્રકારનું થાય છે. એવા પ્રાણીના મનમાં વિશાળ ભાવ જાગ્રત થાય છે, એનામાં એક પ્રકારની પ્રાસાદિક વૃત્તિ ઉદ્ભવે છે, એના મનોરાજ્યમાં આનંદનૃત્ય થાય છે અને એની છાતી ગજ ગજ ઉછળે છે.
સામાન્ય દાખલો લઈએ. એક શ્રીમાન શેઠે કેળવણીના પ્રસાર માટે એક લાખ રૂપીઆ એક સંસ્થાને આપ્યા. પ્રમેદભાવનાવાળે એ હકીકત વાંચી જાણ ખૂબ રાજી થશે. એને એમાં શેઠશ્રીની ઉદારતા, ત્યાગવૃત્તિ અને વિવેકવૃત્તિ દેખાશે. એ શેઠશ્રીના ઓદાયની પ્રશંસા કરી લાભ મેળવશે. અન્ય તે શેઠની ટીકા કરશે. એણે લાખ જ કેમ આપ્યા? બે લાખ કેમ ન આપ્યા? એ તે સટ્ટામાંથી રળેલા હતા, એ તે લોભીઆ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org