________________
૨૮૬
શ્રીશાંતસુધારસ રેડિઆ ચારે અનિચ્છાએ પણ એક ભગવદુવચન સાંભળ્યું હતું તેથી એની સિદ્ધિ થઈ ગઈ. એવા ગુરુને એગ થવો મુશ્કેલ છે, પણ શોધતાં મળવા શક્ય છે.
જે કરુણામય પ્રસંગે પરિચયમાં રજૂ કર્યા છે તે પ્રત્યેકનો અને સર્વનો ઉપાય આવા સદગુરુ બતાવે છે અથવા તેવા ગુરુ પાસેથી મળેલા જ્ઞાનદ્વારા પ્રાપ્ત થયેલ કૌશલ્યને પરિણામે સ્વયં કુરી આવે છે. એટલા માટે ગુરુની પસંદગી કુશળતાથી કરવામાં આવે તો કરુણભાવિત આત્માને શાંતિ થાય તેમ છે અને કરુણાપાત્રને પ્રાણ મળે તેમ છે. પરમાનંદ પ્રાપ્ત કરવાને આ સ્પષ્ટ માર્ગ છે.
૪. તમે માર્ગ સંબંધી સવાલે કોને પૂછો છો? તમે તમારી પ્રેરણા કયાંથી મેળવે છે ? તમે સંસારમાં આસક્ત, સ્ત્રી–ધનની મૂછમાં પડેલા, આડંબરમાં મહિમા માનનારા, પૂર્વપુરુષની પુંજી ઉપર વ્યાપાર કરનારા અને જીવનની સરખાઈ વગરના પ્રાણ પાસે માર્ગ પર પ્રકાશ પાડવાની આશા રાખે છે ? એમની આંખે અવ્યવસ્થિત અભિપ્રાયરૂપ અંધકારથી મીંચાઈ ગયેલી હોય છે ત્યાંથી પ્રકાશની આશા રાખવી એ તે પાણીથી ભરેલી ગાળીને રવૈયાથી લેવીને તેમાંથી માખણ કાઢવા જેવો પ્રયાસ છે. પાણી વાવવાથી કદી માખણ નીકળ્યું જાણ્યું છે ?
અત્યારે ચોતરફ નજર કરે. ધર્માધ્યક્ષસ્થાને બેઠેલામાં તમે સંસાર જુઓ છે કે સંસારથી કોઈ ઉપરીતની ભૂમિકા જુએ છે? જ્યાં ઘડાની શરતો કે સ્ત્રીઓનાં નાચ રંગે હોય, જ્યાં ધનની મસ્તી અને સ્થાન મહત્તાની જ પૂજા હોય ત્યાંથી તમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org