________________
૩૨
શ્રીક્ષાંતસુબ્બારસ
- એ જ દષ્ટિએ રક્તપીત જેવા ભયંકર વ્યાધિથી પીડાતા માટે આશ્રમે કાઢવા, ક્ષયરોગના વ્યાધિવાળા માટે આરોગ્યગૃહ સ્થાપવા, ચેપી રોગના ઉપચાર માટે સ્થાને જવા, દવા વિગેરેની સગવડ કરી આપવી, મોટી સગવડવાળી હોસ્પીટલે સ્થાપવી, માવજત કરવાનું શિખવવા માટે અભ્યાસગૃહો કાઢવા, એને માટે સેવાભાવી બહેને ભાઈઓને ઉપચાગ કર, એગ્ય આબરુસર માવજતનું કાર્ય સ્ત્રીઓ અને ખાસ કરીને વિધવાઓ ઉપાડી લે તેવી યેજના કરવી. એ સર્વ કરુણા ભાવનાનું સક્રિય સ્વરૂપ છે.
એક ઘણું ખોટી ગેરસમજણ ચાલે છે તે અહીં દૂર કરવાની જરૂર છે. સંસાર સંબંધી કોઈ પણ બાબત આવી વિચારણામાં આવે ત્યારે કેટલાક ઍકી જાય છે. તેમને એમ લાગે છે કે એમની વાત કરનાર અથવા તેને અમલ કરવાની ઈચછા–ભાવના કરનાર સંસારમાં કેમ પડી શકે? અથવા સાંસારિક સેવાને વેગ નીચે કેમ લાવી શકે? આ સવાલ અવ્યવસ્થિત વિચારણાનું પરિણામ છે. સંસાર ચાલે છે તે આપણે જાણીએ છીએ, એને સેવાની આવશ્યકતા છે એ વાત આપણે સ્વીકારીએ છીએ અને કરુણાના પ્રસંગો એ જ સંસારમાંથી શોધીએ છીએ તે પછી એ પ્રસંગે આપણે સહાય ન કરીએ તે તે વિચિત્ર વાત થાય. સેવાભાવમાં તે આશય જ જેવાને હોય છે. કેટલીક સ્ત્રીઓ સમજ્યા વગર સુવાવડ ન કરવાનું વ્રત લે છે એના જેવી આ વાત છે. જે સેવાભાવે સુવાવડ કરવામાં આવે, સ્વચ્છતા સુઘડતાનું શિક્ષણ ફેલાવવામાં આવે તે વિશિષ્ટ આશયને પરિણામે એમાં પણ સેવા શક્ય છે અને સેવા હાઈ કરુણુભાવમાં જરૂર આવી શકે છે. સુંદર પ્રસૂતિગૃહ જેવી કેપગી અને વર્તમાનકાલીન સર્વ સાધનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org