________________
૩૨૮
શ્રી-શાંત-સુધારસ
રોગી માણસને કોઈ બાબતમાં પ્રીતિ થતી નથી અને ખાવું, પીવું, બોલવું કે રમવું એમાં એને રસ જામતું નથી. સંસાર રેગથી હેરાન થઈ ગયેલા પ્રાણુને ઉદાસીન ભાવમાં પ્રીતિ મળે છે, રસ જામે છે અને આનંદ થાય છે. અથવા “રુણ” એટલે પ્રેમભગ્ન, નિરાશા પ્રાપ્ત, આવાને પણ પ્રેમ સાંપડે છે.
આવી રીતે સંતાપને બદલે આરામ આપનાર અને રોગીને રુચિ ઉત્પન્ન કરનાર આ દાસીન્ય છે. એને બરાબર ઓળખાઈ જવાશે ત્યારે આ વિવેચનમાં વિશેષેક્તિ જરા પણ નહિ લાગે, ઊલટું એમાં અપક્તિ લાગશે. એ આપણે જ્યારે એનાં સ્વરૂપમાં રમણ કરશું ત્યારે સ્પષ્ટ થશે.
અહીં જે થાક–ખેદ અને રેગ-વ્યાધિની વાત કરી છે તેના વિવિધ પ્રકાર છે. સર્વ પ્રકારના થાકથી અહીં આરામ મળે છે અને વ્યાધિ છતાં સુરુચિ જાગે છે.
અહીં રાગ-દ્વેષના રોધની વાત કરી છે તે અંશથી જ સમજવાની છે. સંપૂર્ણ રોધની દશા ગુણસ્થાનક્રમમાં આગળ આવે છે તેની અહિં માત્ર ભાવના હોય છે. આ વાત ધ્યાનમાં રાખવી. રાગદ્વેષને બની શકે તેટલે રોધ એ મુમુક્ષુઓએ કરવાનું છે એ ધ્યાનમાં રહે, પણ સંપૂર્ણ રાધ થયા વગર સાચી ઉદાસીનતા અપ્રાપ્ય છે એમ ધારવાનું નથી. આ સર્વ હકીક્ત નીચેનું સ્વરૂપ વાચતાં સ્પષ્ટ થશે.
૩. (૨) ઉદાસીનતા કેમ કરાય તેને એક પ્રકાર ભવ્ય રીતે બતાવે છે. કર્મ સ્વરૂપ આપણે જાણીએ છીએ. આશ્રવ ભાવનામાં એના આવવાના માર્ગો આપણે જોઈ ગયા છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org