________________
૩૧૦
શ્રી ગ્રાંન્ત સુધારસ ઉપેક્ય ન ગણુએ. અત્યારે વિધવાઓની જે સ્થિતિ કહેવાતા ઉચ્ચ કુટુંબમાં પણ અનેક સ્થાને જોવામાં આવે છે તે અસહ્યા છે. એને ઉપાય વિધવાઓને માટે ઉદ્યોગગૃહો અને અભ્યાસગૃહોની સ્થાપનામાં છે. ત્યાં વિધવાને આરેગ્યની, પ્રસૂતિકર્મની, વાચનની, શીવણની, ભરતની અને એવી અનેક પ્રકારની કેળવણું મળે અને તે માનભરેલી રીતે પોતાને નિર્વાહ કરી શકે એવી સ્થિતિમાં તેને મૂકવાની આવશ્યકતા છે. યુવાન વિધવાને આખો દિવસ હુન્નરઉદ્યોગના કાર્યમાં જોડવાની, અભ્યાસમાં ગુંથાયલા રહેવાની અને જનસમાજની સેવા કરવાની તકે આપવી અતિ જરૂરી છે અને આર્ય સંસ્કૃતિના એ ઉત્કૃષ્ટ અંગને એ રીતે જાળવવાથી કરુણાભાવનાને સક્રિય રૂપ મળે છે. વૃદ્ધ વિધવા માટે ભેજનગૃહ સ્થાપ્યા વગર વિધવાના પ્રશ્નને નિકાલ થાય નહિ. પ્રાણીને સવારથી સાંજ પાડવાનો મહાન પ્રશ્ન છે એ સમાજે ઉકેલવે જ પડે. નવરું પડેલ મન જ્યાં ત્યાં રખડ્યા કરે એ સમજાય તેવી વાત છે અને કુટુંબમાં હીણપત પામેલી, સમાજે તિરસ્કાર કરેલી અને લોકોએ અપશુકનરૂપ માનેલી યુવતી કે વૃદ્ધ વિધવા એના ધર્મમાં વર્તમાન સંગમાં સહેલાઈથી સ્થિર થઈ શકે નહિ. આ આખા પ્રશ્નને સમાજે કરુણુંભાવનાની નજરે તપાસવો જ ઘટે અને તપાસીને એને ગ્ય આકાર આપવામાં આવે તે હજુ પણ એ આર્ય વિમળતિને બચાવી શકાય તેમ છે. વિધવાના પ્રશ્નની વિચારણામાં અને તેની સાથેના ઘરના માણસોના વર્તાવમાં મેટ ફેરફાર કરવાની જરૂર છે. નણંદ, સાસુ અને સમાજનાં દષ્ટિકોણ બદલાય તે હજુ પણ ઉપાય શક્ય છે. સક્રિય કરુણાભાવને અહીં મૂર્ત સ્વરૂપ આપી શકાય તેમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org