________________
કાય•ભાવના
૨૯૫
કરવા હાય તેા શાંતસુધારસનું પાન કરવું એટલે શાંતરસને ' પીવા, પેટ ભરી ભરીને પીવેા, કચાળાં ભરી ભરીને પીવેા. એ પાન તમને અનેક પ્રકારના સુખ અથવા સદાચરણે। સાથે અનુસંધાન કરાવી આપશે, એક પછી એક પુણ્યપ્રવાહની શ્રેણી બાંધી આપશે અને વળી એ સચેાજન આત્મામાં થશે એટલે એ ચિરકાળ ચાલે તેવું થશે.
આ
શાંતરસના પાનની ભલામણુ રીતે વારવાર કરવામાં આવે છે તેનું કારણ એક જ છે અને તે એ છે કે કરુણા ઉત્પન્ન કરે તેવા પ્રસંગેા ભવિષ્યમાં ન થાય, ન જાગે, ન ઉઠે તે માટેના એ રાજમાર્ગ છે, એ સિદ્ધ માર્ગ છે અને બહુજન સંમત માર્ગ છે. ભાવનાને છેડે કર્તા મહાશયનું નામ આડકતરી રીતે જણાવ્યું છે. તમે શાંતરસનું આસ્વાદન કરે, તેના રસમાં લુબ્ધ થઇ જાઓ અને તેના કેના ઘેનમાં પડી જાઓ. એમ થશે એટલે કરુણાના પ્રસંગેા પ્રાપ્ત થશે નહિ.
અંતરની વેદનાથી આ આખી ભાવના લખાઇ છે અને તેને છેડે આકરા દુ:ખમય રાગેાના નિવારણના માર્ગ ખતાન્યેા છે. કરુણા ભાવના કરતાં આવી રીતે સુદ-આનંદ લાવી શકાય, ભગવાનવું ભજન આનંદથી કરતાં કરુણા અંતર્ગત થઈ જાય અને દુઃખની વિચારણામાં પણ લહેર આવે એવી વિશાળ શક્તિ આ ભાવના આપે તેમ છે. એને માટે ખરું આત્માનુસ ંધાન કરવાનુ છે અને જુદા જુદા ઉપયેાને વ્યવહારુ ઉપયેાગ કરવાના છે. કરુણા ભાવ પણ ભગવદ્ ભજનના આનંદ પ્રાપ્ત કરાવે છે. એ આ ભાવનાની વિશિષ્ટતા છે.
*
Jain Education International
X
For Private & Personal Use Only
x
www.jainelibrary.org