________________
કાસયભાવના
૨૬૭ રંગ શોભા અને બગીચાની બાબતે તથા ગૃહપસ્કારની ખરીદી અને ગોઠવણ ઈત્યાદિ અનેક પ્રકારની વ્યગ્રતા ઉત્પન્ન કરે છે.
ત્યારપછી એનું મન ઘરેણું ઘડાવવા–તૈયાર કરવા તરફ જાય છે. ઝવેરાત અને સોના-રૂપાના દાગીનાઓ મનુષ્યને સમય રોકે છે. અને છતાં સાંપડેલ ચીજની કિંમત બહુ થોડા દિવસ જ ટકે છે એ જાણીતી વાત છે. આ સર્વ બાબતે પ્રાણીને આખા વખત ઊભે ને ઊભે જ રાખે છે. એને ઊંઘમાં પણ શાંતિ વળતી નથી.
આ ઉપરાંત પરણવાની ખટપટ ઓછી નથી. નવયુગમાં તો વળી તે નવા આકારો ધારણ કરતી જાય છે. ઊગતી વય, પૂર્વ પશ્ચિમની ભાવનાનું સંઘર્ષણ અને આખી વિવાહપદ્ધતિને નવયુગ સાથે એકરૂપ થતાં બહુ સમય લાગે તેમ જણાય છે. પિતાનાં કે પિતાનાં જે હોય તેનાં લગ્નનો પ્રશ્ન ચિત્તને ખૂબ વ્યગ્ર કરે છે. પરણેલાને સુખ નથી અને વાંઢા(કુંવારા)નાં માનસિક દુઃખને પણ પાર નથી.
લગ્ન પછી છેકરાં થાય એટલે એને ઉછેરવાની, કેળવવાની, વ્યવહારમાં જોડવાની ખટપટ રહ્યા જ કરે છે. આને લીધે ચિત્તની સ્થિરતા પ્રાપ્ત થતી નથી.
સર્વથી વધારે તો પાંચે ઈદ્રિયના વિષયે ખુબ જોર કરે છે. એ જ્યાં ત્યાં પ્રાણને માથાં મરાવે છે. એને કોઈ પ્રકારના ભેગથી તૃપ્તિ થતી નથી અને એક ઈચ્છા સહજ પૂરી થાય ત્યાં બીજી જાગે છે. એને રાગરાગણ સાંભળવાની ઈચ્છાઓ, નાટક, સિનેમા જેવાના શેખે, સંગીતને સ્વાયત્ત કરવાની ભાવનાઓ, સ્ત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org