________________
ર૭૦
શ્રી શાંતસુધારસ
અને માલ પર ટાંચો લાગે અને માલ વિગેરે વેચાય એ સર્વ હૃદયદ્રાવી પ્રસંગે આમાં આવી જાય છે.
આવા પ્રસંગે પ્રાપ્ત થયે પ્રાણુની ધારણાઓ ધળ મળે છે, ગણતરી ઊંધી પડે છે અને ન ધારેલું બની આવી ચેલ સૃષ્ટિનું આખું ચક્ર ફેરવી નાખે છે, એ આપણે મહાન વિગ્રહ પછી તો એટલું અનુભવ્યું છે કે એ પર ઉલ્લેખ કરવાની જરૂર ભાગ્યે જ હોય.
આમાં વિચારવાની વાત અંદરથી કરુણું ઉત્પન્ન કરે તેવી છે. એક બાજુએ પ્રાણના વૈભવ મેળવવાના વલખાંને વિચાર, બીજી બાજુએ તેમાં નિષ્ફળ જનારાના ટકાઓ વિચારે, પછી જેને મળી જાય તેના મનની સ્થિતિ વિચારે, પછી મળેલ વૈભવને કેમ જાળવી રાખવો એની ચિંતાઓ વિચારે અને છેવટે એ વૈભવ જાય અથવા છોડવો પડે ત્યારે થતી દુ:ખમય સ્થિતિ વિચારો.
એ સર્વથી જરા પર થઈ, સામાન્ય દુન્યવી ખ્યાલેથી જરા ઊંચા આવી, થોડા વખત માટે પણ એનાથી પિતાની જાતને અલગ રાખી ચિતવી જશે તો એ વૈભવની ઉત્પત્તિ, સ્થિતિ અને રક્ષણમાં પડેલા પ્રાણીઓ જાણે કેફ કરી ઊંધું માથું રાખીને મસ્યા જ રહેતા હોય એમ જરૂર લાગશે. એ સ્થિતિથી એમની સર્વ કાર્ય પ્રવૃત્તિ તરફ તમને કરુણા આવશે, તમને એના ઉજાગરા, દોડાદોડ અને પરસેવા તરફ ગ્લાનિ થશે અને અંતે એના સંબંધના ફરજીઆત છૂટકારા અથવા છોડવવાના પરિણામ તરફ તમને અંતરથી દયા આવશે. આ કરુણાભાવ થાય અને એને પ્રતિકાર કરવાનો વિચાર થાય તે મહાન છે, ભવ્ય છે, દિવ્ય છે અને સંગ્રહવા યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org