________________
૩૭૮
શ્રી શાંન્તસુધા સ
થશે ? એ બિચારા કયાં ખેંચાઈ જશે ? અને એમના પરિભ્ર મણુના છેડા કઈ રીતે આવશે ?
આવી રીતે આખા સ'સારમાં દોડાદોડી, ગ્લાનિ, ઉપાધિ, ભય, ત્રાસ, અથડાઅથડી, મારામારી જોનાર અવલેાકન કરીને જુએ છે ત્યારે એના હૃદયમાં ભૂતદયા જામે છે. એને બાહ્ય કે અંતર નજરે સંસારમાં ખાટા દેખાવો અને મેહરાજાનું સામ્રાજ્ય દેખાય છે. એને રાગ-દ્વેષના આવિર્ભાવો ચાતરફ ફેલાતા દેખાય છે અને પરવશ પડેલા પ્રાણીના હૃદયને આ કરે તેવી પરિસ્થિતિ એનામાં મહાદયાભાવ વિસ્તારે છે.
પછી એ આ દુનિયાનાં દુઃખા વિચારી, લમણે હાથ દઈ એસી રહેતા નથી કે આશા વગરના અસાધ્ય કેસ ગણી વાતને મૂકી દેતે નથી. એ આ સર્વ વ્યાધિ, ઉપાધિઓ ને ગુંચવણાને વિચાર કરે છે અને તેમાંથી તેને બહાર કાઢવાના ઉપાયે શેાધે છે.
આ વ્યાધિઓને અભ્યાસ અને વ્યાધિના ઉપાયાનું ચિતવન એ કરુણા ભાવના છે. આ વ્યાધિઓના એક જ ઉપાય છે અને તે ગેયાષ્ટકમાં રજૂ કરવાને છે.
છે. ૭. આવી રીતે પ્રાણીએ પારકાનાં દુ:ખાના વિચાર કરે અને તેને દૂર કરવાના ઉપાયેા વિચારે તે પેાતે એવા સહાનુભૂતિ અને ભૂતયાના વિચારેને પરિણામે મન:પ્રસાદ પામે છે. એ મન:પ્રસાદ એ માનસિક સુખ છે.
એ સુખને એ અતિ ઉપયાગી વિશેષણા આપવામાં આવ્યાં છે. નિર્વિકાર અને ભવિષ્યમાં મહાકલ્યાણ કરનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org